Back પાછા
સરકારી યોજના
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન _ જ

વર્ણન : આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો કે જેઓ ૬૦ વર્ષ કે તેથી વધુની વયજુથ ધરાવે છે તેમને દર મહિને નાણાકીય સહાયતા મળવાપાત્ર છે.પાત્રતા/લાયકી : 1. અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. 2. અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. 3. અરજદાર પાસે BPL સ્કોરકાર્ડનો દર 0-20 હોવો જોઈએ.પ્રક્રિયા : ૧. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે જે તે જિલ્લાની મામલતદાર કચેરીએથી અથવા જન સેવા કેન્દ્રમાંથી આ યોજના સંબંધિત ફોર્મ પ્રાપ્ત કરવું આવશ્યક છે. ૨. આ ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભર્યા બાદ તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડીને આ ફોર્મને લાગુ પડતાં જે તે જિલ્લાની મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્રમાં જમા કરાવવું. ૩. આ ફોર્મની ચકાસણી મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્રના સંબંધિત અધિકારી દ્વારા કરવામાં આવશે અને જો ફોર્મમાંની વિગતો યોગ્ય હશે તો તેમના દ્વારા આ ફોર્મને મંજૂર કરવામાં આવશે. ૪. આ યોજના દ્વારા મળવાપાત્ર સહાયતા સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશેલાભ : આ યોજના અંતર્ગત દર વર્ષે .9,000/- થી લઈને .12000/- સુધીની સહાયતા મળવાપાત્ર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો