આ યોજના પ્રથમ ‘https://www.pmkisan.gov.in’ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી અને વધુ માહિતી માટે, તમે ‘https://www.pmkisan.gov.in’ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
તમામ નાના અને હાંસીયામાં રહેલા જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સહાયક પ્રવૃત્તિઓ તથા સ્થાનિક જરૂરીયાતો સંબંધિત વિવિધ ઇનપુટ્સ પ્રાપ્ત કરવા માટે તે નાણાકિય જરૂરીયાતોમાં પૂરક બની આવકમાં સપોર્ટ કરવા માટે સરકારે એક નવી કેન્દ્રિય ક્ષેત્રની યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત,લક્ષિત લાભાર્થિઓને લાભ ટ્રાન્સફર કરવા તરફની સમગ્ર ણાકિય જવાબદારી ભારત સરકાર દ્વારા ઉપાડવામાં આવશે.
“લાયકાત: જેઓનાં નામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશાનાં જમીનનાં રેકોર્ડમાં 01.02.2019 પર દેખાય તેવા તમામ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા તમામ જમીનદાર ખેડૂતપરિવારો આ યોજના અંતર્ગત લાભ મેળવવા લાયક છે. જોકે, તેઓમાંથી નીચેના લોકો લાભો મેળવવા ગેરલાયક છે :
(a) તમામ સંસ્થાગત જમીન ધારકો; અને
(b) એવા ખેડૂત પરિવારો જેમાં તેનાં એક કે વધારે સભ્યોનો નીચેની કેટેગરીઓમાં સમાવેશ થાય છે:-
i. સંવિધાનિક હોદ્દાઓનાં ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
ii. ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ/ રાજ્ય મંત્રીઓ અને ભૂતપૂર્વ/વર્તમાન લોક સભા/રાજ્ય સભા/રાજ્યની ધારા સભાઓ/ સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલોનાં સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભૂતપૂર્વ અને વર્તમાન મેયરો, જીલ્લા પંચાયતોનાં ભૂતપૂર્વ અને વર્તમાન પ્રમુખો.
iii. કેન્દ્ર/રાજ્ય સરકારનાં મંત્રાલયો/ઓફિસો/વિભાગો અને તેનાં ક્ષેત્રિય એકમો, કેન્દ્રિય કે રાજ્ય કક્ષાનાં પીએસઇ અને સરકાર અંતર્ગતની સંલગ્ન કચેરીઓ/સ્વાયત્ત સંસ્થાઓનાં સેવા બજાવતા અને નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તથા લોકલ બોડીઓ નાં કર્મચારીઓ (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ IV/ગૃપ ડી કર્મચારીઓનો સમાવેશ થતો નથી
iv. તમામ સુપરએન્યુએટેડ/નિવૃત્ત પેન્શનરો કે જેઓનું માસિક પેન્શન રૂ. 10,000/-કે વધારે છે (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ IV/ગૃપ ડી કર્મચારીઓનો સમાવેશ થતો નથી
v. ગત આકારણી વર્ષમાં આવકવેરો ભર્યો હોય તેવી તમામ વ્યક્તિઓ.
vi. પ્રોફેશનલ બોડીઓ સાથે નોંધાયેલા અને પ્રેક્ટિસથી વ્યવસાય કરી રહેલા ડૉક્ટરો, એન્જિનીયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને આર્કિટેક્ટ જેવા વ્યાવસાયિકો
"
“લાભો: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ નાના અને હાંસીયામાં રહેલા ખેડૂતોને ખાતરીપૂર્વકની આવક પ્રદાન કરશે.
2 હેક્ટર ખેતીલાયક જમીન ધરાવતા તમામ નાના અને હાંસિયામાં રહેલા ખેડૂતોને (એસએમએફ) વાર્ષિક રૂ. 6000 ની આવક સહાય પ્રદાન કરવામાં આવશે.
આ રકમ 3 એકસમાન ઇન્સ્ટોલમેન્ટમાં તેઓનાં ખાતાઓમાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે.
આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 75000 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019-20 માં ઉપાડવામાં આવશે.
આ યોજના અંતર્ગત 12 કરોડ કરતા વધારે ખેડૂત પરિવારોને લાભ મળશે.