આ યોજના પ્રથમ “Press Information Bureau, Government Of India” વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી અને વધુ માહિતી માટે, તમે “http://pib.nic.in/newsite/erelease.aspx?relid=116207” વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના (પી.એમ.એફ.બી.વાય.) પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનાં ઉદ્દેશો - કુદરતી આપત્તીઓ, જંતુઓ અને રોગને કારણે નિષ્ફળ જતા કોઈપણ સૂચિત પાક માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા વીમા કવર આપવું.
- ખેતી કરવાનું ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવા ખેડૂતોની આવકને સ્થિર કરવી.
- નવીનત્તમ અને આધુનિક કૃષિ રીતો અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.
- કૃષિ ક્ષેત્રમાં ક્રેડિટનો પ્રવાહ સુનિશ્ચિત કરવો. પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ કવર થતા પાક
- ખાદ્ય પાક (અનાજ, બાજરી અને કઠોળ),
- તેલીબિયાં
- વાર્ષિક વ્યાવસાયિક/વાર્ષિક બાગાયતિ પાક પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ કવર થતા અને બાકાત રાખવામાં આવતા જોખમો
- પાકને નુક્શાન કરતા નીચેના પાકના તબક્કાઓ અને જોખમોને આ યોજના હેઠળ કવર કરવામાં આવે છે. a) વાવણી/રોપણીમાં બાકાત રાખવામાં આવેલ જોખમ : ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિને કારણે થતી વાવણી/રોપણીમાં વીમાના ક્ષેત્રને બાકાત રાખવામાં આવેલ છે. b) ઉભો પાક (વાવણી થી લણણી સુધી) : વ્યાપક જોખમ વિમો રોકી ના શકાય તેવા કારણોને લીધે ઉપજમાં થતા નુક્શાન માટે છે જેમ કે, દુકાળ, વરસાદનો અભાવ, પૂર, જળપ્રલય, જંતુઓ અને રોગો, ભૂસ્ખલન, કુદરતી આગ અને આકાશી વીજળી, વાવઝોડું, કરાવૃષ્ટિ, ચક્રાવાત, વંટોળીયો, આંધી, પ્રચંડ તોફાન અને વરસાદ સાથેનાં વાવાઝોડું. c) લણણી પછી થતા નુક્શાન : ચક્રાવત, ચક્રાવાતી વરસાદ અને કમોસમી વરસાદ જેવા ખાસ સંકટો સામે લણણી પછી જે પાકને કાપી અને ખેતરમાં ફેલાવીને સૂકાવા દેવાની મંજૂરી આપવામાં આવે ફક્ત તેવા પાક માટે મહત્તમ બે અઠવાડિયાનાં સમયગાળાનું જ કવર ઉપલબ્ધ છે. d) સ્થાનિક આપત્તિઓ : સૂચિત વિસ્તારમાં કરાવૃષ્ટિ, ભૂસ્ખલન અને અલગ ખેતરોમાં પાણી ભરાવ જેવા નિશ્ચિત કરેલા સ્થાનિક સંકટોનાં પરિણામે થતા નુક્શાન/હાનિ.
- બાકાત રાખવામાં આવેલ સામાન્ય જોખમો : નીચેના સંકટોને કારણે ઉભા થતા જોખમો અને નુક્શાનો બાકાત રાખવામાં આવશે – યુદ્ધ અને તેનાં જેવા સંકટો, પરમાણું સંબંધી જોખમો, હુલ્લડો, દ્વેષપૂર્ણ થતી હાનિ, ચોરી, શત્રુતા, સ્થાનિક અને/અથવા જંગલી પ્રાણીઓ દ્વારા ચરવું જવું અથવા નાશ કરવો, લણણી પછીનાં નુક્શાનોની બાબતમાં, દાણા કાઢતા પહેલા લણણી કરેલા પાકનાં બંડલ કરી એક જગા પર રાખેલા ઢગલાં, રોકી શકાય તેવા અન્ય જોખમો. પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમાકૃત રકમ/કવરની મર્યાદા
- ડિસ્ટ્રિક્ટ લેવલ ટેક્નિકલ કમિટી દ્વારા નક્કી કર્યા અનુસાર લોન લેનાર અને લોન ના લેનાર ખેડૂતો માટે પ્રતિ હેક્ટરની વીમાકૃત રક એકસમાન અને સ્કેલ ઓફ ફાઈનાન્સ (પાક લેવા માટે પ્રતિ હેક્ટર લાગતા નાણાં)ની બરાબર હશે અને તે એસ.એલ.સી.સી.સી.આઈ. દ્વારા અગાઉથી જાહેર અને સૂચિત કરવામાં આવશે. સ્કેલ ઓફ ફાઈનાન્સની અન્ય કોઈ ગણતરી લાગુ પડશે નહિં. વ્યક્તિગત ખેડૂત માટેની વીમાકૃત રકમ પ્રતિ હેક્ટર ગુણ્યા ખેડૂત દ્વારા વીમા માટે સૂચિત પાકનાં ક્ષેત્રની બરાબર હોય છે. ‘ખેતી હેઠળનાં વિસ્તાર’ ને હંમેશા ‘હેક્ટર’ તરીકે વ્યક્ત કરવામાં આવે છે.
- સિંચાઈ વાળી અને સિંચાઈ વિનાના વિસ્તાર માટેની વીમાકૃત રકમ અલગ-અલગ હોય શકે છે. પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળનાં પ્રીમિયમ દરો અને સબસિડી
- ઈમ્પ્લીમેન્ટિંગ એજન્સી (અમલમાં લાવતી એજન્સી) દ્વારા પી.એમ.એફ.બી.વાય. હેઠળ એક્ચ્યુઅરિઅલ પ્રીમિયમ રેટ (એ.પી.આર.) લેવામાં આવશે. ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર વીમા ખર્ચનો દર નીચે મુજબ રહેશે : મોસમ - ખરિફ પાકો: ખાદ્ય અને તેલીબિયાંનાં પાકો (બધા અનાજ, બાજરી, તેલીબિયાં અને કઠોળ) ખેડૂત દ્વારા ચૂકવવા પાત્ર મહત્તમ વીમા ખર્ચ (વીમાકૃત રકમના %) : એસ.આઈ. અથવા એક્ચ્યુરિઅલ રેટનાં 2.0%, જે રકમ ઓછી હોય તે. મોસમ - રાબિ પાકો : ખાદ્ય અને તેલીબિયાંનાં પાકો (બધા અનાજ, બાજરી, તેલીબિયાં અને કઠોળ) ખેડૂત દ્વારા ચૂકવવા પાત્ર મહત્તમ વીમા ખર્ચ (વીમાકૃત રકમના %) : એસ.આઈ. અથવા એક્ચ્યુરિઅલ રેટનાં 1.5%, જે રકમ ઓછી હોય તે. મોસમ - ખરિફ અને રાબિ પાકો: વાર્ષિક વ્યાવસાયિક/બાગાયતિ પાકો ખેડૂત દ્વારા ચૂકવવા પાત્ર મહત્તમ વીમા ખર્ચ (વીમાકૃત રકમના %) : એસ.આઈ. અથવા એક્ચ્યુરિઅલ રેટનાં 5%, જે રકમ ઓછી હોય તે. પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના માટેના અરજી પત્રકો નીચેની લિંક પર ઉપલબ્ધ છે : http://www.aicofindia.com/AICEng/Pages/DownloadForm.aspx વધુ માહિતી માટે, કૃપા કરી નીચેની વેબસાઈટની મુલાકાત લો : http://www.aicofindia.com/AICEng/Pages/PMFBY-OPERATIONAL-GUIDELINES.aspx