આ યોજના પ્રથમ “Press Information Bureau, Government Of India” વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી અને વધુ માહિતી માટે, તમે “Press Information Bureau, Government Of India” વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના એક સામાજિક સુરક્ષા યોજના છે જેની ભારત સરકારે 2015નાં બજેટમાં જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે પાત્રતા : 18 થી 50 વર્ષની વયની જૂથના તમામ ભારતીય લોકો, જે બૅંક ખાતુ ધરાવતા હોય તેમના માટે આ યોજના ઉપલબ્ધ છે. તેમ છતાં, 50 વર્ષ પૂર્ણ કરતા પહેલા આ યોજનામાં જોડાનારા લોકો, પ્રીમિયમના ચુકવણીની શરતોને આધિન, 55 વર્ષ સુધીનું કવર લઈ આ યોજના ચાલુ રાખી શકે છે.
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના માટેનું પ્રીમિયમ : વાર્ષિક રૂ. 330. આ રકમ એક હપ્તા રૂપે ખાતામાંથી કાપી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનાં પ્રીમિયમની રકમ ચૂકવવાની રીત : પ્રીમિયમની રકમ બૅંક દ્વારા સીધી ગ્રાહકોનાં ખાતામાંથી કાપી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ કવર કરવામાં આવતા જોખમ : કોઈ પણ કારણસર મૃત્યુ થયે રૂ. 2 લાખ.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કવર કરવામાં આવતા જોખમની શરતો : ગ્રાહકે દર વર્ષે આ યોજના લેવાની રહેશે. તેઓ લાંબા ગાળાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે, જેમાં બેંક દ્વારા દર વર્ષે તેમના ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોણ અમલમાં લાવશે? : આ યોજના જાહેર ક્ષેત્રની તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને અન્ય તમામ વીમા કંપનીઓ, જે આ યોજના સાથે જોડાવા ઈચ્છતી હોય અને તેવા હેતુથી બૅંકો સાથે જોડાયા હોય.
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના માટે સરકારી યોગદાન :
(i) વિવિધ મંત્રાલયો તેમના બજેટમાંથી અથવા આ બજેટમાં તૈયાર કરેલ જાહેર કલ્યાણ ભંડોળમાંથી ઉપયોગ ના થયેલી રકમમાંથી તેમના લાભાર્થીઓની વિવિધ શ્રેણીઓનાં પ્રીમિયમમાં યોગદાન કરી શકે છે. આ બાબત વર્ષ દરમિયાન અલગથી નક્કી કરવામાં આવશે.
(ii) સામાન્ય પ્રચાર ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે.
આ યોજના માટે અરજી પત્રકો નીચેની લિંક પર ઉપલબ્ધ છે : http://www.jansuraksha.gov.in/Forms-PMJJBY.aspx
વધુ વધુ માહિતી માટે, કૃપા કરીને નીચેની વેબસાઇટની મુલાકાત લો : http://www.jansuraksha.gov.in/