

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં પરંપરાગત પાકની ખેતી વધુ કરવામાં આવે છે, જેમાં કેટલાક ખેડૂતો પાકના ફાયદાને લઈને ચિંતિત રહે છે, તેથી હવે ખેતીમાં નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર મા સુધાર આવી રહ્યા છે. એક અલગ ઓળખ પણ મળી રહી છે. જેમાં ડ્રેગન ફ્રુટની ખેતી ખાસ કરીને ઉભરી રહી છે, જેના માટે ઘણી રાજ્ય સરકારો અનુદાન પણ આપી રહી છે, કારણ કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એક વખત છોડ લગાવપછી 25 વર્ષ સુધી ફળ મળે છે, જે ખેડૂતો માટે આમદની વધારે માટે ફાયદાકારક છે.
ડ્રેગન ફ્રુટનું વૈજ્ઞાનિક નામ હાયલોસેરેસુન્ડેટસ છે, જે મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, યુનાઈટેડ સ્ટેટ્સ અને વિયેતનામમાં મોટાભાગે લોકપ્રિય છે.અને ભારતમાં હવે તે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઉગાડવામાં આવે છે.
ડ્રેગન ફળ ના પ્રકાર
ડ્રેગન ફળ ના પ્રકાર

ડ્રેગન ફ્રૂટની 3 મુખ્ય જાતો છે-
➥ સફેદ ડ્રેગન ફળ
➥ લાલ ડ્રેગન ફળ
➥પીળા ડ્રેગન ફળ


ડ્રેગન ફળોની ખેતી માટે ચોક્કસ હવામાન અને માટી
ડ્રેગન ફળોની ખેતી માટે ચોક્કસ હવામાન અને માટી
સીમિત સિંચાઈની સુવિધા સાથે પણ આ ફળની ખેતી સરળતાથી કરી શકાય છે. જેને તમામ પ્રકારની જમીનમાં સરળતા થી ઉગાડી શકાય છે. જેમાં સારી પાણી નિકાસ ની સુવિધા હોવે. ઉષ્ણકટિબંધીય આબોહવા ડ્રેગન ફળની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. ભરી જમીન કરતાં હળવા જમીનમાં ફળની ગુણવત્તા અને રંગ વધુ સારો હોય છે, અને જમીનની પીએચ 5.5 થી 6.5 સુધી યોગ્ય માનવામાં આવે છે ડ્રેગન ફળોના પાકને વધુ પ્રકાશની જરૂર નથી થતી , સારી ખેતી માટે અધિકતમ તાપમાન 50 * સેન્ટીગ્રેડ અને ન્યૂનતમ 10 * સેન્ટીગ્રેડ હોવું જોઈએ. જે થી સારું ઉત્પાદન મળશે.
ડ્રેગન ફ્રુટ રોપવા માટેનો શ્રેષ્ઠ સમય જૂનથી જુલાઇ અથવા ફેબ્રુઆરીથી માર્ચ છે, જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં સામાન્યથી વધુ વરસાદ પડે છે, અથવા ખૂબ જ ઠંડી હોય છે, તો આવા ક્ષેત્રમા સપ્ટેમ્બર અથવા ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં. આ દરમિયાન છોડ રોપવા જોઈએ. અને જ્યાં સુધી છોડ સારી રીતે સ્થાપિત ન થાય દરરોજ ત્યાં સુધી હળવી સિંચાઈ સાંજે કરવી જોઈએ.


ડ્રેગન ફળ વાવણી પદ્ધતિ
ડ્રેગન ફળ વાવણી પદ્ધતિ
ડ્રેગન ફ્રુટ માટે, ખેતર તૈયાર કરવા માટે, ખેતરને સારી રીતે ખેડવું અને સમતળ કરવું જોઈએ,જેથી જમીનમાં હાજર તમામ નીંદણ નષ્ટ થઈ જાયે. ખેતર તૈયાર કરતી વખતે એક એકરમાં 30-40 ટન સારી રીતે સડેલું ગાયનું છાણ જમીનમાં મિલાવું જોઈએ. આ પાક માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઓછી હોવે છે, ડ્રેગન ફળના છોડને સારી રીતે ઉગાડવા માટે 10 થી 12 કિલો કાર્બનિક ખાતરની જરૂર પડે છે. પોટાશ અને નાઇટ્રોજનનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે છોડ ફ્રુટિંગ સ્ટેજમાં હોય.


ડ્રેગન ફ્રુટનું વાવેતર બીજ અને કટિંગ બંને પદ્ધતિથી કરી શકાય છે, પરંતુ કટીંગ પદ્ધતિ વ્યવસાયિક રીતે વધુ સફળ છે, કારણ કે બીજમાંથી છોડનો વિકાસ ધીમો હોય છે, જ્યારે કટીંગથી રોપવાથી એક વર્ષમાં ફળ મળી શકે છે, કટીંગ રોપતા પહેલા ખેતરમાં ટેકો આપવા ની વ્યવસ્થા કરવી જોઈએ. ખેતરમાં છોડને ટેકો આપવા માટે લોખંડ ના પાઇપ અથવા સિમેન્ટ ના પાઇપ જેની ઊંચાઈ લગભગ 6 થી 8 ફૂટ હોવે લગાવું જોઈએ.


છોડ વચ્ચે 8 * 8 ફૂટનું અંતર રાખવું જોઈએ, અને બે હરોળ વચ્ચે 5 * 5 ફૂટનું અંતર રાખવું જોઈએ, આ રીતે એક એકરમાં 1500-1600 રોપાઓ રોપી શકાય છે. ડ્રેગન ફ્રુટની કટિંગ વિશ્વસનીય નર્સરીમાંથી લેવી જોઈએ, એક છોડની સામાન્ય કિંમત 60 થી 100 રૂપિયા સુધીની હોય છે.વાવેતર કરતા 3 અઠવાડિયા પહેલા 3 થી 4 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો રાખવો.જે થી હાનિકારક કીટ ધૂપ મા મરી જાયે. અને વાવેતર કરતા વખત ખાડામાં 50:20:30 કાર્બનિક ખાતર, રેતી અને માટીનો ઉપયોગ કરવો જોઈએ.

ડ્રેગન ફળમાં સિંચાઈ
ડ્રેગન ફળમાં સિંચાઈ
ડ્રેગન ફ્રૂટ ની પાક પાણી નું ભરાવો માટે ખૂબ સંવેદનશીલ હોવે છે, તેથી તેને ખૂબ સિંચાઇની જરૂર નથી પડતી , તેથી આ પાક માટે ડ્રિપ સિંચાઇ શ્રેષ્ઠ રહે છે, આ પાક ઓછામાં ઓછા 25 વર્ષ સુધી ફળ આપે છે. તેથી ડ્રિપ સિંચાઈનો ખર્ચ ખેડૂતો માટે ફાયદાકારક છે.ડ્રિપ સિંચાઇ નું ખર્ચ તે એક સમયનો ખર્ચ છે.


ડ્રેગન ફળોમાં ફળ અને ફૂલો
ડ્રેગન ફળોમાં ફળ અને ફૂલો
સામાન્ય રીતે, વાવેતર પછી 1 થી 1.5 વર્ષમાં, છોડ ફળ આપવાનું શરૂ કરે છે. ફળની જેમ તેમના ફૂલો પણ ખૂબ સુંદર અને આકર્ષક સફેદ રંગના હોવે છે. ડ્રેગન ફળ દર વર્ષે પાંચ મહિના સુધી ફળ આપે છે. જે સામાન્ય રીતે ઉનાળામાં હોય છે. પ્રારંભિક થી મધ્ય શરદ રીતુ સુધી.ફળો ફૂલ આવ્યા પછી એક મહિનામાં તૈયાર થઈ જાય છે પાકેલા ફળો લીલા અને ઊજળું રંગના હોય છે,પરિપક્વ ફળનું વજન 300 થી 600 ગ્રામ સુધી હોવે છે. ફાળો ની લણણી ફળ નું રંગ બદલવું શુરુ થાયે પછી 2 થી 4 દિવસ મા કરવી જોઈએ. ફળ નું રંગ અને આકર કિસ્મના ઉપર નિર્ભર રહે છે, અને એક છોડ થી 5 થી 6 વખત લણણી થાયે છે. જો બજાર ખૂબ દૂર હોય તો થોડું કડક ફળ તોડવું જોઈએ.પરંતુ જો તમારે ફળનું નિકાસ કરવું હોય તો ફળના રંગને બદલ્યા પછી એક દિવસમાં ફળ કાપવા જોઈએ.




ડ્રેગન ફળની ખેતીના ફાયદા
ડ્રેગન ફળની ખેતીના ફાયદા
ફળો વિવિધ અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં 3 થી 6 વખત તોડી શકાય છે, સામાન્યતા 50 થી 100 ફળો એક છોડમાંથી મેળવવામાં આવે છે, જેનું વજન 300 થી 600 ગ્રામ હોવે છે. અને તેની બજાર કિંમત 25 થી 35 રૂપિયા પ્રતિ કિલો હોવે છે. આ રીતે એક છોડમાંથી લગભગ 12,500 રૂપિયાની કમાણી થઈ શકે છે, આમ એક એકરમાંથી એક સિઝનમાં લગભગ 6 થી 8 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે, બજારમાં એક ફળની કિંમત 80 થી 100 રૂપિયા સુધીની છે,
તેથી, ખેડૂતો પોતાની સુવિધા મુજબ જથ્થાબંધ અથવા છૂટક વેચાણકર્તાને પોતાનું ઉત્પાદન વેચીને નફો મેળવી શકે છે.


ખાસ: - આ પાકમાં હજુ સુધી રોગો અથવા જીવાતોની કોઈ ખાસ સમસ્યા જોવા મળી નથી, તેથી ખેતીનો ખર્ચ ઓછો થાય છે, કારણ કે જંતુનાશકનો ઉપયોગ જરૂરી નથી, વધુમાં, આ પાકમાં રાસાયણિક ખાતરોની જરૂરિયાત પણ ઘણી ઓછી છે.
આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!