પાછા
বিশেষজ্ঞ নিবন্ধ
લીમડોઃ લીંબોળીના અર્કનો ઉપયોગ, ફાયદા અને તૈયારી

લીમડાના ઝાડનો ઉદભવ ભારતમાં થયો છે. કૃષિમાં લીમડાના વિવિધ ઉપયોગ છેઃ

a. લીમડાનું તેલ લીમડાના ઝાડમાંથી મળતી લીંબોળીમાંથી કાઢવામાં આવે છે અને જંતુનાશક તથા તબીબી ગુણો ધરાવે છે જેના કારણે અનેક પાકોમાં તેનો ઉપયોગ જંતુઓના નિયંત્રણમાં કરવામાં આવે છે. લીમડાનું તેલ જંતુઓની વ્યવસ્થામાં દાખલ થાય છે અને તેમની યોગ્ય કામગીરીમાં ખલેલ પાડે છે. જીવાણુંઓ ખાઇ શકતાં નથી, પ્રજનન કરી શકતાં નથી અને ઇંડા મૂકી શકતાં નથી જેના પરિણામે તેમનું જીવનચક્ર તૂટે છે.

undefined

b. લીંબોળીનો કૂચો (લીંબોળીમાંથી તેલ કાઢી લીધા બાદ વધતો પદાર્થ) જ્યારે જમીન સુધારણા માટે અથવા જમીનમાં ઉમેરવા માટે કરવામાં આવે ત્યારે તે જૈવિક પદાર્થો દ્વારા જમીનને માત્ર સમૃદ્ધ કરતાં નથી પરંતુ નાઇટ્રિફિકેશનને અટકાવીને નાઇટ્રોજનનો વ્યય ઓછો કરે છે.

c. લીમડાના પાનનો ઉપયોગ લીલા પાનના ખાતર તરીકે અને વધુમાં મિશ્ર ખાતર તૈયાર કરવા માટે પણ થાય છે. લીમડાના પાનનો ઉપયોગ અનાજના સંગ્રહમાં પણ થાય છે. લીમડાની ડાળીઓ જ્યારે ખરી પડે છે ત્યારે વિઘટન પછી તેનો ઉપયોગ લીલા ખાતર તરીકે થાય છે અને ખેતરોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

d.લીમડો (પાન અને લીંબોળી)નો અર્ક જંતુનાશક ગુણો ધરાવતો હોવાનું જોવા મળ્યું છે. તેનો ઉપયોગ પાંદડા ઉપર છંટકાવ અને ડાંગરના પાકમાં બિયારણ તૈયાર કરવામાં થાય છે.

e. લીમડાની છાલ અને મૂળ પણ તબીબી ગુણો ધરાવે છે. પાવડર સ્વરૂપમાં લીમડાની છાલ અને મૂળનો ઉપયોગ ડાંગરના પાકમાં જીવાતોના ઉપદ્રવમાં નિયંત્રણ માટે કરવામાં આવે છે.

f. હાલમાં, ઇષ્ટતમ ગુણવત્તામાં ખાતરના વ્યય અને મુક્તિ અટકાવવા માટે લીમડાનું આવરણ ધરાવતાં યુરિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. લીમડાના ભાગો ઉપર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર તે જાણકારી પ્રાપ્ત થઇ છે કે લીંબોળીનો અર્ક અઝાડિરાટિનનો સમાવેશ કરે છે, જે અપરિપક્વ જીવાતોનો વિકાસ અવરોધે છે.

લીંબોળીના અર્કનો માવો તૈયાર કરવો સરળ છે અને ખેડૂતો નીચેની પદ્ધતિ દ્વારા પોતાની જાતે લીંબોળીના અર્કનો માવો તૈયાર કરી શકે છે.

undefined
undefined

છંટકાવ દ્રાવણ તૈયાર કરવું

છંટકાવ દ્રાવણ તૈયાર કરવું

◙ લીમડાનો અર્કનો માવા (500 થી 2000 મીલી) માટે (10 લીટર ક્ષમતા)ની ટાંકીની જરૂર છે. એક એકર માટે 3-5 કિ.ગ્રા લીમડાનો માવો જરૂરી છે લીંબોળીની બહારની છાલ દૂર કરો અને માત્ર તેનો માવાનો ઉપયોગ કરો. જો લીંબોળી તાજી હોય તો 3 કિ.ગ્રા. માવો પૂરતો છે. જો લીંબોળી જૂની હોય તો 5 કિ.ગ્રા માવો જરૂરી છે.

◙ ધીરે-ધીરે માવાને ખાંડો અને ત્યારબાદ નરમ સુતરાઉ કપડાં વડે તેને બાંધો. 10 લીટર પાણી ધરાવતાં પાત્રમાં તેને આખી રાત ડૂબાડી રાખો. ત્યારપછી, તેને ગાળી દો.

◙ ગાળી દીધા પછી, 6-7 લીટર અર્ક મેળવી શકાય છે. આ અર્કના 500-1000 મીલી જેટલું પ્રમાણ 9½થી 9 લીટર પાણીમાં ઓગાળવું જોઇએ. પર્ણની સપાટી ઉપર સારી રીતે ચોંટવામાં મદદ મળે તે માટે અર્ક પર 10 મીલી/લીટર સાબુના દ્રાવણના છંટકાવ પહેલા ઉમેરવું જોઇએ.

◙ જીવાતોના આક્રમણની તીવ્રતાના આધારે અર્કના સંયોજનમાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે. કાપડની થેલીમાંથી પાણી ઉમેરો અને તેનો અર્ક એક ટબમાં ઝીલો.

undefined
undefined
undefined

આ બાબતની કાળજી લેવી જોઇએ.

આ બાબતની કાળજી લેવી જોઇએ.

◙ લીંબોળીના ફળનો તેની ઋતુમાં સંગ્રહ કરો અને છાંયામાં તેને સૂકવો.

◙ નવ મહિનાથી જૂની લીંબોળીનો ઉપયોગ ન કરો. આ સમયગાળાથી વધારે સમય માટે સંગ્રહ કરેલી લીંબોળી તેની સક્રિયતા ગુમાવી દે છે અને તેના કારણે NSKE તૈયાર કરવા માટે યોગ્ય નથી.

◙ હંમેશા તાજા તૈયાર કરેલા લીંબોળીના અર્કનો માવા (NSKE)નો ઉપયોગ કરો.

◙ અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા માટે અર્કનો છંટકાવ સાંજે 4 વાગ્યાં પછી કરો.

◙ જીવાતોનો ઉપદ્રવ ટાળવા માટે નિયમિત સમયના અંતરે દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે.

◙ કૃપા કરીને તે બાબત ધ્યાન રાખો કે નુકસાનના પ્રારંભિક તબક્કામાં જ લીમડાનું દ્રાવણ અસરકારક છે. જો જીવાતોનો ઉપદ્રવ વધારે હોય તો તેના વધુ સારા નિયંત્રણ માટે અન્ય રસાયણ પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય છે. જીવાત નિયંત્રણનો ખર્ચ ઘટાડવા માટે અન્ય રસાયણો સાથે લીમડાના જંતુનાશકનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય છે.

આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!

આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો