

હવે દેશ માં મોટા ભાગ માં વરસાદ પડી રહયો છે. અને ખેડુતોએ રેકર્ડ વિસ્તારમાં વિવિધ પાક વાવી છે.તેથી દરેક ખેડૂત અને ખેડૂત સંગઠનો ને બરસાત નું પાણી સંગ્રહિત કરવાની રીતો પર કામ કરવું પણ જરૂરી છે.વરસાદી પાણી એકત્રિત કરવા અને સંગ્રહિત કરવાની પદ્ધતિને રેઈન વોટર હાર્વેસ્ટિંગ કહે છે. જે આજ ના સમય માં વહુ જરૂરી છે .
વરસાદ ના પાણી ને સંગ્રહિત કરવા ના ફાયદા સુ છે?
વરસાદ ના પાણી ને સંગ્રહિત કરવા ના ફાયદા સુ છે?

1 વરસાદનું પાણી સ્વચ્છ અને ખેડૂતો માટે પાણીનો મફત સ્રોત છે.
2 તમારા પાણી પુરવઠા પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
3 તે પર્યાવરણ માટે સારું છે, અને સામાજિક રીતે પણ જરૂરી છે.
4 તે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે, અને પાણીના સંગ્રહમાં મદદ કરે છે.
5 વરસાદ નું પાણીના સંગ્રહ માટે સરળ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સસ્તી અને વાપરવામાં સરળ હોવે છે.
6 તેનો ઉપયોગ પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે અથવા કુવાઓ અને નહેરના પાણી માટેના બેકઅપ સ્રોત તરીકે થઈ શકે છે.
જળસંગ્રહ માટે બે તકનીકો ફાયદાકારક અને સરળ માનવામાં આવે છે.
જળસંગ્રહ માટે બે તકનીકો ફાયદાકારક અને સરળ માનવામાં આવે છે.
1 સપાટીનું પાણી સંગ્રહ
2 છતની વ્યવસ્થા
સપાટીનું પાણી સંગ્રહ
સપાટીનું પાણી સંગ્રહ
સપાટીનું પાણી એ પાણી છે જે વરસાદ પછી જમીન પર પડે છે અને જમીન ની નીચેની સપાટીમાં વહી જાયે છે. નાલી માં જતા પહેલા સપાટીના પાણીને એકત્રિત કરવા ની પ્રક્રિયાને સપાટીનું પાણી સંગ્રહ કહે છે.આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં થઈ શકે છે,ગ્રામીણ વિસ્તારોમાં પાણીના મુખ્ય સ્ત્રોત કુવાઓ, તળાવો અને હેન્ડપંપ છે, જેનો આધાર જમીનનીના અંદર નું પાણી છે.ઘણા વર્ષોથી સતત ઉપયોગ કરવાને કારણે, જમીનની જળસપાટી નીચે આવી રહી છે જેને વરસાદી પાણીના સંગ્રહ દ્વારા વધારી શકાય છે.


સ્થાઈ ડ્રેઇન બનાવીને: -
સ્થાઈ ડ્રેઇન બનાવીને: -
દર વર્ષે ખેતરોમાં જ ઘણું પાણીનો વ્યય થાય છે, આ પાણી ખેતરોમાં અને મેદાનોમાં ગટર બનાવીને નીચલા સ્થાન માં તળાવોમાં એકત્રિત કરી શકાય છે, જાણું ખર્ચો પણ ન્યૂનતમ આવે છે. પાણી સંગ્રહિત કરવા માટે જળાશયો બનાવવી એ ઘણા વિસ્તારોમાં જળ સંચયની અસરકારક પદ્ધતિ છે.નીચલા ભાગ માં તાલાબ નું નિર્માણ કરી ને ( 50 * 50 મીટર લગભગ ) વરસાદ નું પાણી ને એકત્રિત કરી શકાય છે.ખેડુતો આ રીતે પાણીનો સંગ્રહ કરીને તેમની કૃષિ જળ સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે, અને આથી તેમની આવક પણ વધારી શકે છે.


ભૂજળ પુનર્ભરન અથવા ઊંડું ચુવાણ: -
ભૂજળ પુનર્ભરન અથવા ઊંડું ચુવાણ: -
ખુલ્લા શેત્ર માં થી વર્ષાં નું પાણી ઝડપથી વહી જાયે છે.આવા ક્ષેત્રમાં વહેતા પાણીનો સમય વધારીને, આ પાણીને ક્ષેત્રોમાં ઊંડાઈ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે,જયસે જનીન માં પાણી નું સ્તર વધી શકે છે. ભારતમાં કૃષિ હજી પણ વરસાદ પર આધારીત છે, જેના મુખ્ય સ્ત્રોત કુવાઓ અને ટ્યૂબવેલ છે,પરંતુ લાંબા સમય સુધી ઉપયોગના કારણે ભૂગર્ભજળનું સ્તર હવે ઓછું થયું રહે છે, અને દર વર્ષે વરસાદ પણ ઓછો થઈ રહી છે, આમ વરસાદી પાણી દ્વારા ભૂગર્ભજળનું સ્તર વધારી શકાય છે.


ભૂગર્ભજળના પુનર્ભરન ના ફાયદા: -
ભૂગર્ભજળના પુનર્ભરન ના ફાયદા: -
1 માટીનું કટાવ ઘટાડી શકાય છે
2 સુકા પડ્યા કુવા અને ટ્યુબવેલ ને ઓછા ખર્ચા માં ફરીથી ઉપયોગ કરી શકાય છે.
3 દુષ્કાળની સમસ્યા ઓછી થઈ શકે છે.
4 ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે.
પર્ક્યુલેશન એ એક પ્રક્રિયા છે જે પાણીના સંસાધનોને ફરીથી ભરે છે, જે ઘણા દેશોએ જળ સ્રોતોને મૂલ્યવાન પ્રાકૃતિક જળ સંગ્રહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ગણ્યા છે જે પાણીની સુરક્ષા માટે સંચાલિત થઈ શકે છે.
ચેક ડેમ: -
ચેક ડેમ: -
ચેક ડેમ એક સ્થાઈ અને અસ્થાઈ બધા પ્રકાર ની દીવાલ હોવે છે. જે ખાડા, શેરી, નહેર, નાની નદીની આસપાસ બનાવી શકાય છે.તેનો ઉપયોગ પાણીને સંગ્રહિત કરવા માટે અને તેમજ પૂરના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે. આ પ્રકારની રચના લાકડા, પથ્થર, વટાણાની કાંકરીથી ભરેલી માટીની થેલીઓ અથવા ઇંટો અને સિમેન્ટથી બનાવી શકાય છે.આ પ્રકાર ના ડેમ ના ઉપયોગ ભારત માં વહુ થઇ રહ્યો છે.તેનો ઉપયોગ લિક ડેમ તરીકે પણ થઈ શકે છે. આવા ડેમ નદી ના કિનારો ના ઉપર મોટી રેતીથી વાંધી શકે છે, સમય સાથે આ પ્રકાર ના ડેમ સ્વતઃ ખલાસ થઇ જાયે છે આ રચના સસ્તી હોવે છે અને 2 - 5 વર્ષ વર્ષ સુધી ચાલે છે.


ચેકડેમના ફાયદા: -
ચેકડેમના ફાયદા: -
1 ચેક ડેમ ના નિર્માણ માં 7000 - 70000 રૂપિયા નું ખર્ચ આવે છે, જે ડેમ ની દીવાર ની ઉંચાઈ પર નિર્ભર કરે છે .
2 ચેક ડેમ દ્વારા પાણીનો પ્રવાહ ઓછો થાય છે, જેનાથી જમીનના ધોવાણમાં ઘટાડો થાય છે.
3 નાના અને ઓછા ઊંડા કૂવામાં પાણીનું સ્તર વધી જાયે છે.
4 વરસાદી પાણીથી પાણીની ખારાશ ઓછી થાય છે.
છતની વ્યવસ્થા: -
છતની વ્યવસ્થા: -
છતની વ્યવસ્થા દ્વારા, ઘરો અને અન્ય ઇમારતોમાંથી વહેતા પાણી અને, તળાવો અને નદીઓમાંથી વહેતું વધારે પાણી ને યોગ્ય વ્યવસ્થા સાથે, સુકા કુવાઓ અને ટ્યૂબવેલ માં પાઇપ ની સહાયતા થી જમીન માં પહુંચાઈ શકે છે.છતની વ્યવસ્થાનો ઉપયોગ શહેરી અને ગ્રામીણ બધા માં થઈ શકે છે. ઘર ના નજદીક માં અંડર ગ્રાઉન્ડ પાણી ની ટંકી લગાડી ને છત થી વહી જવા વાળા પાણી નું ટંકી માં એકત્રિત કરી શકે છે.જેની કિંમત 10 થી 18 હજાર સુધી આવે છે.આ એકત્રિત પાણીનો ઉપયોગ દૈનિક ઉપયોગ અને કૃષિ કાર્ય માટે થઈ શકે છે.ખુલ્લી ટાંકીમાં એકઠા કરેલા પાણીને બ્લીચિંગ પાવડર ઉમેરીને સાફ કરી શકે છે અને સામાન્ય ઉપયોગ માટે વપર કરી શકે છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!