

ભારતમાં ઔષધીય વનસ્પતિઓની ખેતી ઝડપથી વધી રહી છે. ઓછા ઉત્પાદન અને વધુ માંગને કારણે ઔષધીય છોડની ખેતી કરી ને ખેડૂત સારી કમાણી કરી શકે છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અને ઔષધીય છોડની ખેતીને પણ પ્રોત્સાહિત કરવા માટે યોગ્યતા રીતે મુજબ અને સબસિડી પણ આપે છે.
તુલસીની ખેતી દેશના લગભગ તમામ ભાગોમાં કરી શકાય છે. તુલસીની ખેતી ઓછી ઉર્વરકતાવાળી જમીન અને પાણીની અછત હોય ત્યારે પણ કરી શકાય છે, જો કે તુલસી નફાકારક પાક છે, અને જ્યાં અન્ય પાકની ખેતી ના શક્ય તેયારે પણ તુલસી ની ખેતી સરળતાથી કરી શકાય છે. તુલસીની ખેતી આંબા, લીંબુ, આમળા જેવા પાકો સાથે આંતરપાક તરીકે કરી શકાય છે, તુલસીના છોડની વિશેષતા એ છે કે આ પાક મા કોઈ પણ પ્રકારની કીટ અને રોગ ઝડપથી નથી થતા.
તુલસીની જાતો
તુલસીની જાતો

રંગ ના આધારે તુલસી ત્રણ પ્રકાર ની હોવે છે. કાળા, લીલો અને જાંબલી. તુલસી ના અમુક પ્રકાર નિચે આપી રયા છે.
1. અમૃતા (શ્યામ) તુલસી
- અમૃતા (શ્યામ) તુલસી
- આ તુલસી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેના પાંદડાઓનો રંગ ઘેરો જાંબલી હોવે છે. તેના છોડ વધુ ડાળીઓવાળા હોવે છે. તુલસીની આ જાતનો ઉપયોગ કેન્સર, ડાયાબિટીસ, ઉન્માદ, હૃદય રોગ અને ગાંઠિયા સંબંધી રોગોમાં થાય છે.


2. રામા તુલસી
- રામા તુલસી
- આ તુલસી ની ખેતી ગરમ મોસમમા આસાની સી થાયે છે. આ કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધુ ઉગાડવામાં આવે છે. તેના છોડ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. પાંદડા હળવા લીલા રંગના હોય છે. અને ફૂલો સફેદ રંગના હોય છે. તેમાં સુગંધ ઓછી હોવે છે. પણ તેનો ઉપયોગ દવાઓમાં વધુ હોવે છે.


3. કાળી તુલસી
- કાળી તુલસી
તેના પાંદડા અને દાંડીનો રંગ આછો જાંબલી અને ફૂલોનો રંગ આછો જાંબલી હોવે છે. તેની ઊંચાઈ ત્રણ ફૂટ સુધી હોવે છે. અને સર્દી, અને ઉધરસ માટે બહુ ઉપયોગી હોવે છે.


4. કપૂર તુલસી
- કપૂર તુલસી
આ એક અમેરિકન વેરાયટી છે. તેનો ઉપયોગ ચાના સ્વાદ માટે અને કપૂરના ઉત્પાદનમાં થાય છે. તેનો છોડ લગભગ 3 ફૂટ ઊંચો હોવે છે, પાંદડા લીલા અને ફૂલો જાંબલી-ભૂરા રંગ ના હોવે છે.


5. બાબાઈ તુલસી
- બાબાઈ તુલસી
આ તુલસી નું ઉપયોગ સાગ ભાજી મા સુગંધ માટે હોવે છે તેના પાંદડા લાંબા અને નુકીલા હોય છે. છોડની ઊંચાઈ લગભગ 2 ફૂટ હોવે છે. બંગાળ અને બિહારમાં તેની ખેતી વહુ થાયે છે.
માટી અને હવામાન
માટી અને હવામાન
તુલસી ના છોડ ની આ ખાસિયત છે કી તેમની ની ખેતી ઓછી ઉર્વરકતા વાલી માટી જેમાં પાણી નિકાસની સુવિધા હોવે સરળતા થી થઇ શકે છે.કાલી, રેતી વાલી લોમી માટી ખેતી માટે સરસ હોવે છે. તુલસી ની વાવણી વરસાત શુરુ થાયે પછી જુલાઈ થી અગસ્ત માહિણ માં કરવી જોઈએ.


ખેત ની તૈયારી
ખેત ની તૈયારી
તુલસી ની ખેતી માટે રાસાયણિક ખાતરની જરૂરત નથી. આ કારણે ખેતરની તૈયારી કરતી વખતે, 2 થી 3 ટન ગાયનું છાણ, 2 ટન વર્મી ખાતર ઉમેરવી જોઈએ. અને 2 થી 3 વખત ખેત ની ખેડાણ કરવી જોઈએ. અને જમીન થી 3 સેમી ઉંચી ક્યારી બનાવી જોઈએ.
જો જરૂરી હોય તો માટી પરીક્ષણ પછી , 50 કિગ્રા યુરીયા, 25 કિલો સુપર ફોસ્ફેટ, અને 80 કિલો પોટાશ પ્રતિ એકર વાપરી શકાય છે.


નર્સરી ની તૈયારી
નર્સરી ની તૈયારી
તુલસીના છોડ ની વાવણી સીધી ખેતોમા બીજ થી થઇ શકે છે. પણ નર્સરીમાં છોડને તૈયાર કરવું અને પછી ખેતરોમાં રોપવું વધુ સારું હોવે છે, પ્લાન્ટ ટ્રે નો ઉપયોગ નર્સરી તૈયાર કરવા માટે થાય છે.નર્સરી તૈયાર કરવા માટે 1:20:80 ના અનુપાત માં બાલુ રેત નઈ થી નારિયળ નું ભૂસો, ડાંગર ની ખાતર અને માટી નું મિશ્રણ તૈયાર કરવું જોઈએ. જે ટ્રે મા ઉપયોગ થાયે છે , ધ્યાન રાખો બીજ ની વાવણી વહુ ઊંડાઈમાં થાયે.એક એકરમાં વાવેતર માટે 250 - 300 ગ્રામ બીજની નર્સરી તૈયાર કરવી જોઈએ, બીજ કોઈ પણ માન્ય સરકારી સંસ્થામાંથી લેવું જોઈએ, અથવા તૈયાર છોડ વિશ્વસનીય નર્સરીમાંથી પણ લઈ શકાય છે, તુલસીના બીજ 200-250 રૂપિયા પ્રતિ 100 ગ્રામ અને તૈયાર છોડ 2 થી 5 રૂપિયા પ્રતિ છોડ ખરીદી શકાય છે.


છોડ પ્રત્યારોપણ
છોડ પ્રત્યારોપણ


પ્રત્યારોપણ માટે છોડ 3 થી 4 અઠવાડિયા જુના, 6 થી 8 સે.મી. લંબા સ્વસ્થ અને 10 થી 15 પાંદડા વાળા હોવા જોઈએ. રોપણ માટે 3 સેમી ઉંચી ક્યારી બનાવી જોઈએ બે લાઈન ના વચ્ચે 30 થી 40 સે.મી. અને છોડ ના મધ્યમાં 20 થી 25 સે.મી. ની દુરી રાખવી જોઈએ, છોડને 5 થી 6 સે.મી.ની ઊંડાઈમાં રોપવું જોઈએ. રોપણી સાંજે કરવું જોઈએ અને તુરંત સિંચાઈ પણ આપવી જોઈએ. અને મૌસમ અને માટી ની નમી ને જોવી ને બીજી સિંચાઈ કરવી જોઈએ.


નીંદણ નિયંત્રણ
નીંદણ નિયંત્રણ
જે જરૂરી હોય હાથથી નીંદણ કાઢવું જોઈએ. અને જે ખુબ જરૂરી હોવે રાસાયણિક દવા નું ઉપયોગ કરવું જોઈએ.


લણણી
લણણી
તુલસીનો પાક 100 દિવસમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, અને તુલસીના છોડના તમામ ભાગોનો ઉપયોગ દવા અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે, પરંતુ તમે ખેતી શા માટે કરી રયા છો, લણણી એના ઉપર નિર્ભર કરે છે. જો ખેતી પાંદડા માટે કરવામાં આવી રહી હોવે , તો 30 દિવસ પછી છોડ ની લણણી શુરુ કરવી જોઈએ.જે થી પાંદડા વધુ સંખ્યામાં મેળવી શકે. તુલસીના છોડમાં જાંબલી અને સફેદ ફૂલો આવે છે, જેને મંજરી પણ કહે છે, જો પાંદડા વધુ લેવાના હોય તો શરૂઆતમાં ફૂલો તોડી લેવા જોઈએ. બીજની લણણી માટે, જ્યારે ફૂલો સુકાઈ જાય અને ભૂરા રંગના દેખાય, ત્યારે તેને હળવા હાથે તોડીને એકત્ર કરવા જોઈએ. અંતે, છોડને જડમૂળથી એકત્ર કરવા જોઈએ, છોડના કોઈપણ ભાગને સીધા ધૂપ મા સૂકવવા જોઈએ નથી , છોડના ભાગોને એવી જગ્યાએ સૂકવવા જોઈએ જ્યાં હલ્કી ધૂપ અને છાંવ હોય.


ડિસ્ટિલેશન
ડિસ્ટિલેશન
તુલસીનો તેલ સમગ્ર છોડના નિસ્યંદનથી મેળવવામાં આવે છે. તે પાણી અને બાષ્પીભવન ડિસ્ટિલેશન પદ્ધતિ બંને દ્વારા નિસ્યંદિત થઈ શકે છે. પરંતુ સ્ટીમ ડિસ્ટિલેશન સૌથી યોગ્ય છે. લણણી પછી 4-5 કલાક છોડ ને ખુલા માં રહેવું જોઈએ. આ ડિસ્ટિલેશનને સરળ બનાવે છે.


કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને બજાર ભાવ
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને બજાર ભાવ
તુલસીની ખેતી કરીને ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય છે, તેના બીજ, પાંદડા , દાંડી અને મૂળ તમામ હિસ્સા ની મોટી કિંમત હોય છે, પરંતુ તેને સીધું બજારમાં વેચી શકાતું નથી, તેથી ખેતી કરતા પહેલા તેને વેચવા વિશે જાણવું જરૂરી છે.તેથી દેશમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વધી રહ્યું છે, પતંજલિ, ડાબર, વૈદ્યનાથ, ઝંડુ જેવી ઘણી કંપનીઓ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની સુવિધા આપે છે. અને ખેડૂતો અને કંપની વચ્ચે બાય બેક કરાર કરીને ખેતી કરી શકાય છે. તમે ઈન્ટરનેટ પરથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે વધુ માહિતી મેળવી શકો છો.
ગુણવત્તાના આધારે તુલસીની પાંદડા ની કિંમત રૂ. 7000 ક્વિન્ટલ, બીજ રૂ. 3000 ક્વિન્ટલ અને તેલ રૂ. 3000 પ્રતિ લિટર સુધી મળી શકે છે. જે કુલ ખર્ચ કરતા અનેક ગણી વધારે છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!