ફોલ આર્મી વર્મ (સ્પોડોપ્ટેરા ફ્રુગિપેર્ડા) એ ભારતમાં ઘણા ભાગોમાં હુમલો કર્યો છે અને મકાઇ, જુવાર, ચોખા અને શેરડી જેવા પાકો પર પોતાની જાતને સ્થાપિત કરી છે. આ વિનાશક જીવાત છે અને તમામ ખેડૂતોનું ધ્યાન માંગી લે છે અને આ જીવાતનાં વ્યવસ્થાપન માટે જાગરૂકતા અને વહેલા ઓળખ ખુબ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષ દરમિયાન આ જીવાત કર્ણાટકમાં જોવા મળી હતી અને ઘણા રાજ્યો અને પાકોમાં ઝડપથી ફેલાઇ હતી. ફાર્મરાઇઝ ટીમ તરફથી અમે જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ અને આ જીવાતનાં વ્યવસ્થાપન માટે બને તેટલી ઉપલબ્ધ માહિતી પ્રદાન કરવા માંગીએ છીએ.
આ જીવાતની દેખરેખ, ઓળખ અને તપાસ:
આ જીવાતની દેખરેખ, ઓળખ અને તપાસ:
હાલમાં ફોલ આર્મી વર્મ માટે ફેરોમોન ટ્રેપ ઉપલબ્ધ છે. શલભ પર નજીકથી દેખરેખ રાખવા માટે રોપણી કરતા પહેલા ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા ફેરોમોન ટ્રેપ સ્થાપિત કરવા. ટ્રેપ જમીનથી અંદાજીત 1.25 મીટર ઉપર રહે તે રીતે શિરોલંબ દિશામાં ટ્રેપને એક લાંબા થાંભલા પર લટકાવો. છોડ ઉગ્યા બાદ કે ટ્રેપ અને પ્રલોભન છોડની ઉંચાઇ કરતા 30 સેમી કરતા વધારે દૂર હોવું જોઇએ. ટ્રેપની અઠવાડીયામાં ઓછામાં ઓછી એક વખત અથવા વધારે અવારનવાર દેખરેખ થવી જોઇએ. શલભ અનિયમિત માર્કિંગ ધરાવતી રાખોડી કે ભૂખરી હોય છે. શલભની હાજરી સૂચવે છે કે ભવિષ્યમાં ફોલ વર્મથી નુકશાન થવાની સંભાવના રહેલી છે.
ઇયળની ઓળખ કેવી રીતે કરવી
ઇયળની ઓળખ કેવી રીતે કરવી
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ફોલ વર્મની ઇયળોની ઓળખ કરવી સરળ છે. ડ્રેગન ફ્લાય જેવા માથા પરનાં ઘેરા “Y” દ્વારા ઇયળની ઓળખ થઇ શકે છે. 8 માં વિભાગ પર ચોરસ પર ચાર ઘેરા ટપકાઓ પણ જોઇ શકાય છે. તેઓનો રંગ લીલાથી ઘેરા લીલા રંગમાં ભિન્નતાઓ ધરાવે છે.
નિયંત્રણનાં પગલાઓ
નિયંત્રણનાં પગલાઓ
તપાસ કરવામાં આવેલા છોડમાંથી 5 થી 10% છોડ નુકશાની દર્શાવે કે તુરંત જ જંતુનાશકોનો છંટકાવ કરવો. ઇયળનાં વહેલા તબક્કામાં જ માત્ર જંતુનાશકથી નિયંત્રણ અસરકારક હોય છે અને પછીનાં તબક્કાઓમાં મોટી ઇયળોનું નિયંત્રણ અત્યંત મુશ્કેલ હોય છે કારણ કે તેઓ ડીંટડાની ફરતે આવેલા વલયોમાં છુપાઇ જાય છે. નોંધણી સમિતિએ આ જીવાત પર મકાઇનાં પાકમા માન્ય રસાયણોનાં ઉપયોગને વિસ્તૃત કર્યો છે જેમાં કાર્બોફ્યુરાન અને ફોરેટ જેવા દાણાદાર જંતુનાશકોનાં ઉપયોગ અને પાંદડા પર જંતુનાશકોનાં છંટકાવનાં ઉપયોગનો સમાવેશ થાય છે. માત્ર સ્થાનિક રાજ્ય કૃષિ વિભાગો અને વિશ્વવિદ્યાલયો દ્વારા ભલામણ કરવામાં આવેલા જંતુનાશકોની જ પસંદગી કરો અને છંટકાવ માત્ર સુયોગ્ય છંટકાવ સાધનોથી જ કરવો જોઇએ.
-
થિયામેથોક્સમ 12.6% + લેમ્બડા-સાયહેલોથરિન 9.5% ઝેડસી ની 80 -100 મિલી માત્રા 200 લિટર પાણી માં પ્રતિ એકર છિડ઼કાવ કરવું જોઈએ.
-
ક્લોરન્ટ્રાનીલિપ્રોલ 18.5% એસસી ની 60 મિલી માત્રા 150 લિટર પાણી માં પ્રતિ એકર છિડ઼કાવ કરવું જોઈએ.
-
સ્પિન્ટોરમ 11.7% એસસી ની 180 - 200 મિલી માત્રા 200 લિટર પાણી માં પ્રતિ એકર છિડ઼કાવ કરવું જોઈએ.