

1. નાઇટ્રોજનની ઉણપ
- નાઇટ્રોજનની ઉણપ
નીચલા જૂના પાંદડા હલ્કા અથવા પીળા-લીલા રંગના થાય છે. વિકૃતિકરણ પાંદડા ની ટોચથી શરૂ થઇ ને નીચે સુધી ફેલાવે છે, જે થી છોડ નું વિકાસ પણ અટકી શકે છે.



વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• નાઇટ્રોજનની ઉણપને તાત્કાલિક દૂર કરવા માટે 2% યુરિયા સોલ્યુશન (20 ગ્રામ યુરિયા/લિટર પાણી) નો છંટકાવ કરો.
• યુરિયા અને યુરિયા જેવા નાઈટ્રોજન ધરાવતા ખાતરો જમીનમાં નાઈટ્રોજનની ઉણપનો સ્થાઈ રૂપ થી દૂર કરે છે.
પોટેશિયમની ઉણપ
પોટેશિયમની ઉણપ
પોટેશિયમ ની ઉણપના લક્ષણ જુના પાંદડા થી શુરુ થઇ ને નવા પાંદડા પણ દેખાયે છે, જે કમી વધી જાયે પછી પાંદડા ના કિનારા પીળા લીલા પડી જાયે છે.


વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• 1% પોટેશિયમ ક્લોરાઇડ સોલ્યુશન અથવા 1% એનપીકે (00:00: 62) ના 10 ગ્રામ / લિટરના સોલ્યુશનને તાત્કાલિક ઉકેલ માટે 1 કિલો / એકરના દરે છંટકાવ કરો.
• માટી માં મ્યુરિએટ ઓફ પોટાશ નું વાપર થી માટી ની પોટેશિયમની ઉણપનું સ્થાઈ સમાધાન થાયે છે.
3. ફોસ્ફરસની ઉણપ
- ફોસ્ફરસની ઉણપ


ફોસ્ફરસ ની ઉણપ હોવાને કારણે, પાંદડાનો કિનારા , નસો અને દાંડી નિસ્તેજ લીલા દેખાય છે, અને છોડ ધીમે ધીમે વધે છે. પાંદડાની નીચેની બાજુઓ લાલ-જાંબલી થઈ જાય છે, ફોસ્ફરસ ઉણપ થી જૂના પાંદડાઓને સૌથી પહેલા પ્રભાવિત થાય છે.


વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• તત્કાલ સમાધાન માટે 2% ડીએપી નો સોલ્યુશન બનાવો, જેના માટે 2 કિગ્રા ડીએપી ને 24 માં કલાક માટે .પ્લાસ્ટિકના કન્ટેનરમાં પાણીમાં પલાળી રાખો. અને 24 કલાક પછી, આ મિશ્રણને મલમલના કપડા અથવા નાયલોનની જાળી થી ગાળી લો અને તેને માટી કે પ્લાસ્ટિકના વાસણમાં એકત્રિત કરો, પછી તેઆ દ્રાવણને 100 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો.
• ડીએપી ખાતરનો ઉપયોગ લમ્બો સમાધાન આપે છે .


4. ઝીંક ની ઉણપ
- ઝીંક ની ઉણપ


ઝીંકની ઉણપને કારણે ઉપરના પાંદડા પીળા, મધ્ય પાંદડાની નસો અને પાંદડાનો કિનારો લીલો દેખાય છે, અને જૂના પાંદડા નારંગી-ભૂરા દેખાય છે.


વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• તાત્કાલિક ઉકેલ માટે 0.5% ઝિંક સલ્ફેટ (5 ગ્રામ/લિટર) અથવા ચેલેટેડ ઝિંક 33% પ્રતિ એકર 300 ગ્રામના દરે છંટકાવ કરો.
• અને ઝીંક સલ્ફેટને 10 કિલોગ્રામ પ્રતિ એકર ઉપયોગ કરવાથી સ્થાઈ સમાધાન થાયે છે.


5. બોરોન ની ઉણપ
- બોરોન ની ઉણપ
બોરોનની ઉણપ થી આંતર-ગાંઠો નું વિકાસ અટકી જાયે છે,જે થી છોડ નું વિકાસ પણ અટકી જાય છે
બોરનના અભાવે પરાગનયન પણ યોગ્ય રીતે થતું નથી અને ઉપજમાં પણ ઘટાડો થાય છે.


વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• તાત્કાલિક ઉકેલ માટે 0.25% બોરેક્સ (2.5 ગ્રામ/લિટર પાણી) સાથે તરત છંટકાવ કરો અને 15 દિવસના અંતરે પછી છંટકાવ કરો.
• અને બોરોન ધરાવતા મલ્ટિ-માઈક્રોન્યુટ્રિઅન્ટ ખાતર નું ઉપયોગ થી સ્થાઈ સમાધાન થાયે છે.


6. કેલ્શિયમ ની ઉણપ
- કેલ્શિયમ ની ઉણપ
કેલ્શિયમ ની ઉણપ થી પાંદડા મા થી કલોરોફીલ કમ થઇ જાયે છે. અને પાંદડા ના કિનારા ગળવા લાગે છે. અને પાંદડા મરી જાયે છે .ટામેટા જેવા પાકોમાં, ફળ અને ફૂલ સડવા લાગે છે અને ચામડા જેવા ધબ્બા દેખાયે છે, અને ફૂલ પણ પડી જાયે છે.


_9335_1677489909.webp)

વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• તાત્કાલિક ઉકેલ માટે કેલ્શિયમ નાઈટ્રેટ 5 ગ્રામ / લિટર પાણીનો છંટકાવ કરો અને 15 દિવસના અંતરે પછી છંટકાવ કરો.
• અને કેલ્શિયમ નાઈટ્રેટ 10 કિલોગ્રામ પ્રતિ એકર માટીનો ઉપયોગ કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે. કેલ્શિયમ નાઈટ્રેટનો ઉપયોગ અન્ય ખાતરો સાથે નથી કરવો જોઈએ .


7. આયર્ન
- આયર્ન
આયર્ન ની કમી થી છોડ ની પાંદડા ની શિરા લીલી દિખાયે છે, અને જો કમી બધારે છે તે શિરા પીળી પડી જાયે છે. અને છોડ નું વિકાસ અટકી જાયે છે.


વ્યવસ્થાપન
વ્યવસ્થાપન
• તાત્કાલિક ઉકેલ માટે ફેરસ સલ્ફેટ 5 ગ્રામ/લિટર પાણીનો છંટકાવ કરો, અને 15 દિવસના અંતરે ફરીથી છંટકાવ કરો. અથવા 150 લિટર પાણીમાં 150 ગ્રામ/એકરના દરે ચેલેટેડ ફેરસ 12% નું છંટકાવ કરો.
• માટી માં ફેરસ સલ્ફેટ 12 કિલો પ્રતિ એકરમાં વાપર થી માટી ની આર્યન ની ઉણપનું સ્થાઈ સમાધાન થાયે છે.


8. સલ્ફર ની ઉણપ
- સલ્ફર ની ઉણપ
સલ્ફરની ઉણપને કારણે, જૂના પાંદડા આછો લીલો થઈ જાય છે, દાંડી અને શાખાઓ જાંબલી થઈ શકે છે.અને તીક્ષ્ણ બની શકે છે


9. મેંગેનીઝ ની ઉણપ
- મેંગેનીઝ ની ઉણપ
મેંગેનીઝ ની ઉણપથી જુના નાના પાંદડા પર ધબ્બા દેખાયે છે, અને ફળ નું વિકાસ પણ અટકી જાયે છે.




10. મેગ્નેશિયમ ની ઉણપ
- મેગ્નેશિયમ ની ઉણપ
મેગ્નેશિયમ ની ઉણપથી પાંદડા કલોરોસીસ વિકસિત કરે છે. જે જુના પાંદડા થી શુરુ થઇ ને નાની પાંદડી તક દેખાયે છે. પાંદડા ની મધ્ય શીરા લીલી રહે છે જ્યારે ઇન્ટર્સ્ટિશલ નેક્રોટિક બનાવે છે.




11. કોપર ની ઉણપ
- કોપર ની ઉણપ
કોપર ની ઉણપથી શરૂઆતમાં, નાના પાંદડા સુકાઈ જાય છે, અને પછી નીલા -લીલો થઈ શકે છે અને ઉપરની તરફ મૂડી શકે છે, જ્યારે ઉણપ વધારે હોય છે, ત્યારે છોડ સૂકા અને કલોરોફીલ રહિત હોવી જાયે છે.


સલ્ફર, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને કોપરનું વ્યવસ્થાપન
સલ્ફર, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને કોપરનું વ્યવસ્થાપન
• ઝીંક, મેન્ગ્નીશિયમ, કેલ્શિયમ, સલ્ફર, ઝીંક, આયર્ન, કોપર, બોરોન, મેંગેનીઝ અને મોલીબ્ડેનમ જેવા તમામ જરૂરી પોષક તત્વો ધરાવતા સૂક્ષ્મ પોષકતત્ત્વોનું છટકાવ કરો.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!