

આદુ ભારતનો એક મહત્વપૂર્ણ મસાલા પાક છે, ઔષધીય ઉપયોગોમાં તેનું ખૂબ મહત્વ છે, આદુ વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો નું મહત્વપૂર્ણ સ્ત્રોત છે. સૂકા આદુ, જેને સોંઠ કહે છે તેનો ઉપયોગ તેલ, સોફ્ટ ડ્રિંક્સ, અને નોન-આલ્કોહોલિક પીણાં માટે થાય છે. ભારત 50 થી વધુ દેશોમાં આદુનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે.
રોપણીનો સમય
રોપણીનો સમય

આદુ એપ્રિલ થી મઇ ના શરૂઆતમાં વાવેતર કરી શકાય છે.પરંતુ વાવેતર માટે મધ્ય એપ્રિલ નું સમય શ્રેષ્ઠ હોવે છે, જ્યારે જમીનમાં પૂરતી ભેજ પણ હોય છે.
માટી અને આબોહવા
માટી અને આબોહવા
આદુ એ ઉષ્ણકટિબંધીય પાક છે, જેને ગરમ અને આર્દ્ર આબોહવાની જરૂર હોય છે. પરંતુ ઠંડી અને શુષ્ક આબોહવા કંદના વિકાસ માટે શ્રેષ્ઠ હોવે છે, આદુની ખેતી માટે ઊંડી, સારી રીતે પાણી નિકાલવાળી, ચીકણું માટી, જેમાં સારે એસિડિક પદાર્થો હોવે સરસ હોવે છે.


જમીનની તૈયારી
જમીનની તૈયારી
જેતેર તૈયાર કરવા માટે ખેતર ની બે વખત આદિ અને તીરછી જૂતાઈ કરવી જોઈએ અને જૂતાઈ કરતા વખત 1.5 -2 ટન/એકર સંપૂર્ણપણે વિઘટિત ગાયનું છાણ ઉમેરવું જોઈએ. જે વરસાત ની ઋતુમાં ખેતી કરતા હોયે તો ખેતર માં ઉંચી ક્યારી બનાવી જોઈએ જે 1 મી ચોડી , 3 થી 6 મીટર લાંબી અને 15 સે.મી. ઉંચો હોવી જોઈએ,બે ક્યારી ના વિચે 30 સે.મી.નું અંતર રાખવું જોઈએ જે થી તમે આરામ થી ક્યારી ના બીચ માં કામ પણ કરી શકો.
બીજનો દર:- 900 - 1000 કિગ્રા/એકર જીવાતો અને રોગોથી મુક્ત કંદ ઉપયોગ કરવો જોઈએ.


બીજ ની સારવાર
બીજ ની સારવાર
બીજની સારવાર થી અંકુરણ જલ્દ હોવે છે, અને પાકમાં બીજજન્ય રોગો અને જીવાતોની અસરોને પણ ઓછો કરે છે. તેથી વાવણી કરતા પહેલા, કંદને ડાયથેન એમ-૪૫ ની 1 ગ્રામ પ્રતિ લિટર પાણીથી સારવાર કરવી શકાય છે.


ખાતર અને ખાતરો
ખાતર અને ખાતરો
આદુ એક વ્યાપક પાક છે, અને સારી ઉપજ અને ગુણવત્તા માટે તેને સમૃદ્ધ ખાતરની જરૂર પડે છે. તેથી, ખેતરની તૈયારી સમયે જમીનમાં પ્રતિ એકર 2-3 ટન ગાયનું છાણ ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે, રાસાયણિક ખાતર એનપીકે 50:40:40 કિગ્રા/એકરનો ઉપયોગ કરવો જોઈએ જેમાં 1/3 હિસ્સો નાઈટ્રોજન, અને ફોસ્ફરસ, અને પોટેશિયમનો પૂરો જથ્થો વાવણી સમયે નાખવો જોઈએ.અને બાકીની 1/3 નાઈટ્રોજનની માત્રા વાવણીના 45 દિવસ પછી અને બાકીની 1/3 માત્રા વાવણીના 90-95 દિવસ પછી આપવી.

_64154_1677488835.webp)
રોપણી પદ્ધતિ
રોપણી પદ્ધતિ
આદુ નાના કંદમાંથી વાવવામાં આવે છે,જેને બિટ્સ કહે છે.રોપણી માટે, મુખ્ય કંદમાંથી 25 -30 ગ્રામ વજનના 4-5 સેમી લાંબા ટુકડાઓ બનાવવામાં આવે છે.આદુની વાવણી માટે 30 સેમી X 25 સેમી નું અંતર આદર્શ હોવે છે.આદુના કંદને ક્યારી માં 4-5 સે.મી.ની નું ખાડો કરી ને વાવવાની કરવી જોઈએ અને , અને પછી તે માટીથી સારી રીતે ઢંકાયેલ છે.


નીંદણ વ્યવસ્થાપન
નીંદણ વ્યવસ્થાપન
પ્રથમ 4-6 અઠવાડિયા દરમિયાન ખેતરમાં નિંદામણ હાથ વડે કરી શકાય છે. સારી ઉપજ માટે, નીંદણની તીવ્રતાના આધારે 3-4 વખત નિંદામણ કરવું જોઈએ.


માટી ની ખુદાઈ
માટી ની ખુદાઈ
કંદના સારા વિકાસ માટે કંદના તંતુમય મૂળને તોડવું જરૂરી છે, તેથી છોડની આસપાસની જમીનને સ્ક્રેપરની મદદથી ખોદવી જોઈએ,જેમાં કંદની નજીકની જમીન ઢીલી અને નાજુક બને છે, જે કંદના વિકાસમાં મદદ કરે છે, કંદની સારી વૃદ્ધિ અને વિકાસ માટે, ઓછામાં ઓછા બે વાર માટી ની ખુદાઈ જરૂરી છે.


પાક નું સંરક્ષણ
પાક નું સંરક્ષણ
પત્તા ખાવા વાળા ટીડડાં , સ્કેલ જંતુઓ અને એફિડ્સ,આદુના પાકમાં સામાન્ય જીવાતો હોય છે, પરંતુ તે ઉપજને વધુ નુકસાન પહોંચાડતી નથી. પાંદડાના ડાઘ રોગ, મૂળનો સડાન અને બેક્ટેરિયલ વિલ્ટ એ કેટલાક મુખ્ય રોગો છે.જે પાક ને નુકસાન પહુંચાડે છે.
નરમ રોટ
નરમ રોટ


આ ચેપ ખોટા દાંડીના ઉપરના ક્ષેત્ર થી શરૂ થાય છે અને ઉપરથી નીચે સુધી આગળ વધે છે. ચેપગ્રસ્ત દાંડી પાણી થી ભરાઈ જેવી લાગે છે.પછી રોટ આખા કંદમાં ફેલાઈ જાયે છે, જેના પરિણામે હળવો સદાન્ધ (નરમ રોટ) થાય છે. પછીના તબક્કામાં મૂળમાં પણ ચેપ જોવા મળે છે. પાછળથી રોગના લક્ષણો પાંદડાની નીચેની સપાટી પર આછા પીળા ફોલ્લીઓના સ્વરૂપમાં દેખાય છે, જે ધીમે ધીમે સમગ્ર પાંદડામાં ફેલાય છે.


બેક્ટેરિયલ વિલ્ટ રોગ
બેક્ટેરિયલ વિલ્ટ રોગ
આ રોગ ના લક્ષણ દાંડી ના નોડ માં પાણીના ભીના ફોલ્લીઓ તરીકે દેખાય છે,જે બે વાજું ફેલાય છે. શુરુવાત માં રોગ ના લક્ષણ પાંદડા ના ઉપર દિખાયે છે, જે માં પાંદડા ના કોના મૂડી જાયે છે, નરમ પડી ને પાંદડા પડી જાયે છે.પીળા પડવાની શરૂઆત પહેલા નીચલા પાંદડા પર થાય છે, અને ધીમે ધીમે ઉપરના પાંદડા પર જાય છે.ગંભીર અવસ્થામાં છોડ ના ઉપર પીળા પડવા અને સુકાઈ જવાના લક્ષણો જોવા મળે છે. અસરગ્રસ્ત દાંડીઓ પર કાળી છટાઓ દેખાય છે.


લીફ સ્પોટ રોગ
લીફ સ્પોટ રોગ
આ રોગ પાંદડા પર પાણી થી ભરેલા ફોલ્લીઓ ના તરીકે માં શરૂ થાય છે, અને પછીથી ઘેરા ભૂરા અને પીળા રંગની ધારથી ઘેરાયેલા સફેદ ફોલ્લીઓ જેવા દેખાયે છે. જેમ જેમ અસર વધે છે તેમ, જખમ મોટા થાય છે, અને આસપાસના જખમ એકસાથે ભળીને નેક્રોટિક ક્ષેત્ર બનાવે છે.


રોટ રોગ
રોટ રોગ
ચેપગ્રસ્ત છોડ પીળા થઈ જાય છે અને તેમનો વિકાસ અટકી જાય છે. આ રોગ નીચલા પાંદડા પર શરૂ થાય છે, અને સમગ્ર છોડમાં ફેલાય છે. અને ચેપગ્રસ્ત છોડના કંદ સંકોચાઈ જાય છે.


સ્ટેમ બોરર
સ્ટેમ બોરર
સ્ટેમ બોરર આદુમાં સૌથી વધુ નુકસાન કરે છે. અસરગ્રસ્ત છોડના પાંદડા અને દાંડી પીળા થઈ જાય છે.


લીફ રોલર રોગ:-
લીફ રોલર પાંદડાઓ પર અસર કરે છે, જેના કારણે પાંદડા વાંકા વળી જાય છે, આ રોગ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ જોવા મળે છે.


સ્કેલ કીટ
પ્રૌઢ ( માદા) કીટ પાંદડામાંથી રસ ચૂસે છે, અને જ્યારે છોડને ગંભીર ચેપ લાગે છે, ત્યારે કંદ સંકોચાય જાયે છે, અને આ અંકુરણને પણ અસર કરે છે. ચેપના પ્રારંભિક તબક્કામાં, સફેદ રંગની કીટ કંદ પર ફૈલા જોવા મળે છે અને પછીથી તે કળીઓ ને પાસે એકત્રિત થઇ જાયે છે.
સલાહ:- રોગ અને જીવાત નિયંત્રણ માટે ભલામણ કરેલા ફૂગનાશક અને જંતુનાશક નું ઉપયોગ કરવો જોઈએ.
સલાહ:- રોગ અને જીવાત નિયંત્રણ માટે ભલામણ કરેલા ફૂગનાશક અને જંતુનાશક નું ઉપયોગ કરવો જોઈએ.
લણણી અને ઉપજ
લણણી અને ઉપજ
આદુ વાવેતર પછી 210-240 દિવસમાં સંપૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત કરે છે. શાકભાજી માટે આદુની કાપણી બજારની માંગના આધારે 180 દિવસ પછી કરવી જોઈએ, પરંતુ સૂકા આદુ બનાવવા માટે, પરિપક્વ કંદ સંપૂર્ણ પાક્યા પછી, એટલે કે જ્યારે પાંદડા પીળા થઈ જાય અને સુકાઈ જાય ત્યારે કાપણી કરવી જોઈએ. અને લણણીના એક મહિના પહેલા, સિંચાઈ બંધ કરી દેવી જોઈએ અને કંદને કોદાળી અથવા કૂદાથી સાવધાની થી કરવી જોઈએ.
ઉપજ: સારી રીતે સંચાલિત પાક થી એક એકર માં થી 6-10 ટન ઉપજ મિલી શકે છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!