

પ્રસ્તાવના
પ્રસ્તાવના
સોયાબીનનો પાક સમગ્ર વિશ્વમાં પ્રોટીન અને ખાદ્ય તેલ આપવા વાલી અગ્રણી પાક છે, આ પાક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. સોયાબીનના છોડમાંથી સારી ઉપજ મેળવવા માટે પાક તંદુરસ્ત હોવો જરૂરી છે. વાઈરસ, ફૂગ અને બેક્ટેરિયાથી થતા 100 થી વધુ રોગો વિશ્વભરમાં સોયાબીનના પાકને અસર કરતા જોવા મળ્યા છે.વિશ્વભરમાં લગભગ 67 કે તેથી વધુ વાયરલ રોગો સોયાબીનને સંક્રમિત કરતા હોવાનું નોંધાયું છે, જેમાંથી 27 એવા ચોક્કસ રોગો છે જે સોયાબીનની ખેતીને વધુ નુકસાન પહુંચાડે છે. હાલ માં વિશ્વ માં સોયાબીનમાં મોઝેક વાયરસ રોગ પાકમાં આર્થિક નુકસાનનું મુખ્ય કારણ બની ગયું છે.

સોયાબીન મોઝેક વાયરસ (એસએમવી ) શું છે
સોયાબીન મોઝેક વાયરસ (એસએમવી ) શું છે
તે સૌથી વધુ પ્રચલિત વાયરસ છે અને ભારતમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સોયાબીન ઉત્પાદક વિસ્તારોમાં સૌથી ગંભીર, લાંબા સમયથી ચાલતી સમસ્યા તરીકે ઓળખાય છે. એસએમવી દ્વારા ચેપ સામાન્ય રીતે ઉપજમાં ગંભીર નુકસાન (8 થી 50%) અને બીજની ગુણવત્તામાં ઘટાડો થાયે છે.


આશ્રિત પાકો શું છે
આશ્રિત પાકો શું છે
એસએમવી વાયરસ ની સામાન્ય રીતે એક લાંબી આશ્રિત પાક શ્રેણી હોવે છે, જે છ છોડના કુલ ને વધુ ચેપ લગાડે છે, જેમાં ફેબેસી, અમરેન્થેસી, ચેનોપોડિયાસી, પેસિફ્લોરેસી, સ્ક્રોફ્યુલારિયાસી અને સોલાનેસીનો સમાવેશ થાય છે. પરંતુ મોટેભાગે તે સોયાબીન અને તેના જેવા જંગલી છોડ અને લેગ્યુમિનોસે પરિવારના છોડને વધુ અસર કરે છે.
રોગના લક્ષણો
રોગના લક્ષણો
એસએમવી સંક્રમિત પાકના સૌથી સામાન્ય લક્ષણોમાં પાંદડાં કરમાઈ જવા અને પાંદડાં વાંકડિયાં થઈ જવાનો સમાવેશ થાય છે. અને આછો લીલો આંતર નસોના વિસ્તારની રચના, બીજ પર ધબ્બોનું નિર્માણ, નેક્રોટિક જેવા ધબ્બાઓ નું નિર્માણ અને ક્યારેક નેક્રોટિક ધબ્બાઓ પર જખમ બનવું અને આખિર માં કળી પડી જવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે.


એસએમવી રોગ કેવી રીતે ફેલાય છે
એસએમવી રોગ કેવી રીતે ફેલાય છે
લગભગ 30% કે તેથી વધુ છોડ વાવણી સમયે રોગથી સંક્રમિત થઈ શકે છે, જે ફૂલો આવે તે પહેલા ખેતી અને ચેપના સમય પર નિર્ભર કરે છે. નીંદણ અને અન્ય છોડ પણ એસએમવી માટે હોસ્ટ નું કામ કરે છે. જ્યાં વાયરસ રહે છે. અને સમય જતાં પાકને અસર કરે છે. ફુડકા પ્રજાતિની જીવાતને કારણે આ રોગ ખેતરની અંદર અને વચ્ચે પણ ફેલાય છે.


એસએમવી રોગની રોકથામ માટે કૃષિ નિદેશાલય, નવી દિલ્હી અને સોયાબીન સંશોધન કેન્દ્ર મધ્યપ્રદેશ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક વ્યવસ્થાપન પગલાં.
એસએમવી રોગની રોકથામ માટે કૃષિ નિદેશાલય, નવી દિલ્હી અને સોયાબીન સંશોધન કેન્દ્ર મધ્યપ્રદેશ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક વ્યવસ્થાપન પગલાં.
1 જન અભિયાન સ્વરૂપે ખેડૂતોને નિયમિત તાલીમ આપવી જોઈએ અને ખેડૂતોમાં જાગૃતિ લાવવી જોઈએ.
2 વૈકલ્પિક હોસ્ટ પાકો જેમ કે ઉનાળુ મગનો પાક વગેરે પર સફેદ માખીઓનું નિરીક્ષણ અને વ્યવસ્થાપન કરવું જરૂરી છે.
3 પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો જેમ કે ઉત્તરીય મેદાનો માટે પીએસ 1042, પીએસ 1347, પીએસ 1368, પીએસ 1092, પીએસ 1225, પુસા 97 અને પુસા 12 અને મધ્યમ ઝોન માટે જેએસ 20-29, જેએસ 20-69, જેએસ 97-52 અને આરકેએસ 24; દક્ષિણ વિસ્તાર માટે પીએસ 1029 અને ઉત્તરપૂર્વીય વિસ્તાર માટે જેએસ 97-52. નું વાપર કરો.


4 પાકની વાવણીનો સમય સુનિશ્ચિત કરો એટલે કે ઉત્તરપૂર્વ અને દક્ષિણ વિસ્તાર માટે 15-30 જૂન અને મધ્ય વિસ્તાર માટે 20 જૂનથી 5 જુલાઈ.
5 વાવણી સમયે, છોડની સંખ્યા સુનિશ્ચિત કરો, જેમાં બીજનો દર 24-30 કિગ્રા/હેક્ટર અને 45*5 સે.મી.નું અંતર રાખવું જોઈએ.
6 થિઆમેથોક્સામ 30 એફએસ @ 10 મિલી/કિગ્રા બીજ અથવા ઇમિડાક્લોપ્રિડ 48 એફએસ @ 1.24 મિલી/કિગ્રાની ભલામણ કરેલ માત્રા સાથે બીજની સારવાર કરો.


7 પાકની સારી વૃદ્ધિ માટે, ભલામણ કરેલ ખાતર અને છાણ નું ખાતરનો ઉપયોગ કરો.
8 વાવણી પછી 45 દિવસ સુધી ખેતરને નીંદણ મુક્ત રાખો.
9 રોગના લક્ષણો દર્શાવતા રોગગ્રસ્ત છોડને દૂર કરો અને નાશ કરો.




10 એફિડ જેવા રસ ચુસવા વાળા જંતુઓનું નિયંત્રણ કરવા માટે ભલામણ કરેલા રસાયણો જેમ કે કોન્ફીડોર નું છંટકાવ કરો.
11 સોલોમન (બેટાસાયક્લોથ્રિન + ઇમિડાક્લોપ્રિડ) 140 મિલી/એકર માં છંટકાવ ની સલાહ પણ આપે છે.આ રસાયણો સ્ટેમ ફ્લાયના ઉપદ્રવના નિયંત્રણ માટે પણ ઉપયોગી છે.
- પુખ્ત સફેદ માખીઓને ફસાવવા માટે પીળા સ્ટીકી ટ્રેપ્સ (20-25 ટ્રેપ્સ /હેક્ટર) નો ઉપયોગ કરો


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!