

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં પરંપરાગત પદ્ધતિઓ થી મોટા પાયે ખેતી કરવામાં આવે છે. આપણા દેશમાં સદીઓથી ખેતી એક મુખ્ય વ્યવસાય તરીકે જીવન સાથે શામિલ છે.અને સાથે આ દેશની ખાદ્ય જરૂરિયાતો પણ પૂરી કરી રહી છે.પરંતુ વધતી જનસંખ્યા ની ખાદ્ય જરૂરત પૂરી પાડવા માટે ખેતીની પરંપરાગત પધ્ધતિઓથી આગળ વધીને આધુનિક પધ્ધતિઓ ને અપનાવુ જરૂરી છે. જેનાથી ખેડૂતોને ઓછા ખર્ચે સારી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
સમયની સાથે સાથે ખેતીના તારિકામાં ઘણા ફેરબદલ થયા છે, જેનાથી ખેડૂતોની જીવનશૈલી સરળ બની છે, જેમ કે પાકની વાવણી, કાપણી, અને સિંચાઈ જેના માટે વિજ્ઞાન ને ઘણા આધુનિક મશીન અને સરળ ઉપાય આપ્યા છે, જેને ખેડૂતોએ અપનાવ્યા જેનાથી ખેતીમાં સુધારો થયો છે.તેમજ, પાકમાં જંતુનાશક દવાઓના ઉપયોગ માટે ઘણા પ્રકારની મશીનો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ હવે સમયની માંગ પ્રમાણે ડ્રોનનો ઉપયોગ ખેતીને લગતા અનેક કામો માટે વધી રહ્યો છે.
ડ્રોનના પ્રકાર
ડ્રોનના પ્રકાર

કૃષિ ઉપયોગ માટે બે પ્રકારના ડ્રોન છે, ફિક્સ્ડ વિંગ અને મલ્ટી-કોપ્ટર ડ્રોન. ફિક્સ્ડ-વિંગ ડ્રોન વધુ મજબૂત હોય છે, જે કઠોર હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે અને સામાન્ય રીતે મલ્ટિ-કોપ્ટર ડ્રોન કરતાં વધુ લાંબો સમય હોય છે. જો કે, ફિક્સ્ડ-વિંગ ડ્રોન વધુ મોંઘું હોય છે, અને તેમને ઉડાવા માટે મોટા વિસ્તારની જરૂર હોય છે. મલ્ટી-કોપ્ટર ડ્રોન ફિક્સ્ડ-વિંગ ડ્રોન કરતાં ઉડવા માટે સરળ વધુ ઉપયોગી અને સસ્તા હોવે છે.


કૃષિમાં ડ્રોનનો મુખ્ય ઉપયોગ
કૃષિમાં ડ્રોનનો મુખ્ય ઉપયોગ
➥ જંતુનાશકો, નીંદણ નાશક રસાયણોના છંટકાવ માટે
➥ પાકમાં રોગો અને જીવાતોના ફેલાવાની તપાસ અને નિવારણમાં
➥ ખેતરોની ભૌગોલિક સ્થિતિ જાણવી
➥ પ્રવાહી અને ઘન ખાતરો છાંટવામાં
➥ પાકના અવશેષો અને સ્ટ્રો ના નિવારણ માટે જૈવિક રસાયણોનો છંટકાવ કરવામાં
➥ સિંચાઈ માટે
➥ ખેતરો અને જંગલોમાં બીજ છાંટવામાં
જંતુનાશકો અને ખાતરોના છંટકાવ માટે
જંતુનાશકો અને ખાતરોના છંટકાવ માટે
ડ્રોનનો ઉપયોગ સમગ્ર ખેતરમાં એકસરખો છંટકાવ કરવા માટે થાય છે.આનાથી સમય અને રસાયણો બંનેની બચત થાય છે. પરંતુ જો કેમિકલનો છંટકાવ પરંપરાગત રીતે (હાથથી) કરવામાં આવે તો દરેક જગ્યાએ એકસરખો છંટકાવ શક્ય નથી. જેમાં સમય અને ખર્ચ બંને વધુ હોય છે. ઘણા હાનિકારક રસાયણો સાથે સીધો સંપર્ક થવાથી ઘણી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. આથી કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયની “સબ-મિશન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન, (SMAM) યોજના હેઠળ કૃષિ ડ્રોનની ખરીદી, ભાડા પર લેવા માટે અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેક્નોલોજીને મજબૂત અને બદા ની પહુંચ માં લાવા માટે . ICAR પ્રાઇવેટ સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને સહાય પ્રદાન કરે છે. ખેડૂતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડ્રોનની ખરીદી માટે 100 ટકા અથવા દસ લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપી રહી છે. આ ઉપરાંત ખેડૂત ઉત્પાદક સંગઠનોને 75% સુધીની આર્થિક સહાયતા પણ આપી રહી છે.. ડ્રોન ખરીદવા માટે આ યોજના 31 માર્ચ 2023 સુધી લાગુ રહેશે.
પાકમાં રોગો અને જીવાતોના ફેલાવાથી રોકવામા
પાકમાં રોગો અને જીવાતોના ફેલાવાથી રોકવામા
જો ખેડૂત મોટા વિસ્તારમાં ખેતી કરતો હોય, અને જયારે પાક લાંબી થઇ જાયે પછી , તો આવી સ્થિતિમાં કીટ અથવા રોગોને જોવા અને ઓળખવામાં ઘણી મુશ્કેલી અને સમય લાગે છે. જેના થી પાકની ઉપજમાં નુકસાન થઈ શકે છે, પરંતુ ડ્રોનની મદદથી રોગ અને જેવાત સરળતાથી શોધી શકાય છે, ડ્રોનનાં કેમેરાથી પરિસ્થિતિની સચોટ માહિતી જોઈ શકાય છે અને નિવારણ માટે જરૂરી પગલાં સમય ના ઉપર લઈ શકાય છે.


ખેતરોની ભૌગોલિક સ્થિતિ જાણવી
ખેતરોની ભૌગોલિક સ્થિતિ જાણવી
ડ્રોનની મદદથી ખેડૂતો તેમના ખેતરનું ચોક્કસ ભૌગોલિક સ્થાન (ચોક્કસ માપ) જાણી શકે છે.જે હાથથી કરવામાં વધુ સમય અને ખર્ચ થાય છે, હાલના નિયમ મુજબ નવું ફાર્મ ખરીદતી વખતે ડ્રોનથી લીધેલા ફોટોગ્રાફ્સ જરૂરી છે.


બીજની વાવણી
બીજની વાવણી
ખેતરોમાં વાવણી કરવા માટે ઘણા યંત્રો/મશીનો ઉપલબ્ધ છે. પરંતુ હવે ડ્રોનના ઉપયોગથી માત્ર થોડા કલાકોમાં અનેક એકરમાં વાવેતર કરી શકાય છે. ઘઉં, મકાઈ, જુવાર જેવા અનેક પાક સરળતાથી વાવી શકાય છે.


સિંચાઈ માટે
સિંચાઈ માટે


ડ્રોન સરળતાથી કેટલાક એકર વિસ્તારને સિંચાઈ કરી શકે છે, જે સમય અને પાણી બંનેની બચત કરે છે. ડ્રોન થી સિંચાઈ કરવું ઈલેક્ટ્રિક અથવા ડીઝલથી ચાલતા પંપ કે મોટરના ખર્ચ કરતાં ઘણી સસ્તી છે.


પરાલીના નિવારણ માટે
પરાલીના નિવારણ માટે
પરાલી ઘણા ભાગ માં એક જટિલ સમસ્યા છે, જેનું નિવારણ જટિલ અને ખર્ચા વાળું છે, પણ ડ્રોન ની મળત થી, આખા વિસ્તારોમાં બાયોકેમિકલ્સનો છંટકાવ ઓછા કલાક માં કરી શકાય છે. જેના થી પરાલી ખાતરમાં રૂપાંતરિત થઇ જાયે છે અને વાયુ પ્રદુષણ પણ ના થાયે.
ઉપર આપેલી માહિતી નું ઉપયોગ ખેડૂત ડ્રોન ભાડા ના ઉપર લેઇ ને કરી શકે છે. ઘણા પ્રાઇવટ અને સરકારી સંસ્થા ડ્રોન ભાડા ના ઉપર આપે છે, અને ભાડું 400 થી 600 રૂપયાં પ્રતિ એકડ હોવે છે. જે કોઈપણ પરિસ્થિતિમાં સામાન્ય ખર્ચ કરતાં ઘણું ઓછું છે, અને સમયની પણ બચત કરે છે.
લાઇસન્સ કેવી રીતે મેળવવું
લાઇસન્સ કેવી રીતે મેળવવું
સરકાર ના નિયમના અનુસારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પ્રમાણિત પાઇલોટ જ એગ્રી ડ્રોન ઉડાવી શકે છે.જેના માટે સરકાર ને ટ્રેનિંગ ની વ્યવસ્થા પણ કરી છે. કૃષિના તમામ કાર્ય માટે માત્ર DGCA પ્રમાણિત ડ્રોન નું ઉપયોગ થઇ શકે છે. ભારત માં 40 થી વધુ DGCA માન્યતા પ્રાપ્ત ટ્રેનિંગ સ્કૂલ છે, જ્યાં થી કોઈ પણ ટ્રેનિંગ લઇ શકે છે. લાઇસન્સ મેળવવા માટે તમારે pariksha.dgca.gov.in પર ફોર્મ D 4 ભરવું પડશે,જેના માટે ₹100 ફી ભરવાની રહેશે.એકવાર કોમ્પ્યુટર નંબર જારી થઈ જાય પછી, જ્યારે પરીક્ષા માટેનું પોર્ટલ ખુલે ત્યારે તમે તે જ વેબસાઇટ પર પરીક્ષા માટે આવેદન કરી શકો છો.સામાન્ય રીતે તે 7-10 દિવસના માટે ખુલ્લું રહે છે, આવેદન કરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને 10વી પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.પછી પુલીસ તપાસ અને મેડિકલ પરીક્ષા પછી તમે લાઇસન્સ મેલી શકે છે.


આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!