Back પાછા
સરકારી યોજના
Govt. Scheme
કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.)

આ યોજના પ્રથમ “Press Information Bureau, Government Of India” વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી અને વધુ માહિતી માટે, તમે “http://pib.nic.in/newsite/erelease.aspx?relid=116207” વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

“કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) - કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) એ નેશનલ ક્રોપ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ (એન.સી.આઈ.પી.)નો એક ભાગ છે. કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) - નાળિયેરની ખેતીમાં આબોહવાનાં બદલાવ, કુદરતી આપત્તિઓ, જંતુઓ, રોગ વિગેરેથી જોખમ આવી શકે છે અને ક્યારેક, કુદરતી આફતો અથવા જંતુઓનાં હુમલાને કારણે કોઈ પ્રદેશની નાળિયેરની બધી ખેતી નષ્ટ થઈ જાય છે. નાળિયેર એક બારમાસી પાક છે અને આ પાકને થતી હાનિને કારણે ખેડૂતોને થતું નુક્શાન મહત્વનું છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે. તે ઉપરાંત, નાળિયેરની ખેતી વરસાદના પાણીનાં સંચાલનથી થાય છે અને તે બાયોટિક અને અબાયોટિક દબાણ પ્રત્યે સંવેદનશીલ છે તેથી, નાળિયેરનાં વૃક્ષોને એક વીમા યોજના હેઠળ કવર આપી, નાળિયેરની ખેતી કરતા ખેડૂતો, મુખ્યત્વે નાનાં અને સીમાંત ખેડૂતોનાં જોખમને ઓછું કરવું જરૂરી છે.. કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) હેઠળની વીમાકૃત રકમ અને પ્રીમિયમ : અલગ-અલગ ઉંમરની જૂથ હેઠળ કોકોનટ પામ ઈન્શ્યોરન્સની વીમાકૃત રકમ અને પ્રીમિયમ નીચે મુજબ હશે

  1. નાળિયેરનાં વૃક્ષની ઉંમર વર્ષમાં : 4 થી 15, વૃક્ષ દીઠ વીમાકૃત રકમ : રૂ. 900, વૃક્ષ દીઠ પ્રતિ વર્ષ પ્રીમિયમ : રૂ. 9 2. નાળિયેરનાં વક્ષની ઉંમર વર્ષમાં : 16 થી 60, વૃક્ષ દીઠ વીમાકૃત રકમ : રૂ. 1750, વૃક્ષ દીઠ પ્રતિ વર્ષ પ્રીમિયમ : રૂ. 14. કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) હેઠળ કવર કરવામાં આવતા જોખમ : આ યોજના નીચે મુજબનાં સંકટો કવર કરે છે જે વૃક્ષનાં મૃત્યુ/નુક્શાનનું કારણ બને છે અથવા વૃક્ષની ઉત્પાદકતાનો નાશ કરે છે : i. વાવઝડું, કરાવૃષ્ટિ, પ્રચંડ ઝંઝાવાત, ચક્રવાત, ભારે વરસાદ ii. પૂર અને જળપ્રલય iii. કુદરતી રીતે પ્રસરતા જંતુઓ અને રોગોને કારણે ભરપાઈ ન થઈ શકે તેવી વૃક્ષની હાનિ iv. આકસ્મિક આગ, દાવાગ્નિ અને ઝડરથી પ્રસરતી જંગલી આગ, આકાશી વીજળી v. ધરતીકંપ, ભૂસ્ખલન અને સુનામી vi. ગંભીર દુષ્કાળ અને તેના પરિણામે થતુ કુલ નુક્શાન કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.)ની વીમા અવધી : પોલિસીઓ વાર્ષિક રીતે જારી થઈ શકે છે. તેમ છતાં, ખેડૂતો વધુમાં વધુ ત્રણ વર્ષો સુધીની પોલિસી મેળવી શકે છે જેમાં માટે ખેડૂતોને બે વર્ષની પોલિસીનાં પ્રીમિયમ પર 7.5%નાં દરે અને ત્રણ વર્ષની પોલિસીનાં પ્રીમિયમ પર 12.5%નાં દરે રીબેટ આપવામાં આવશે. કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) માટેનાં અરજી પત્રકો નીચેની લિંક પર ઉપલબ્ધ છે : http://www.aicofindia.com/AICEng/Pages/DownloadForm.aspx વધુ માહિતી માટે, કૃપા કરી નીચેની વેબસાઈટની મુલાકાત લો : http://www.aicofindia.com/AICEng/General_Documents/Product_Profiles/CPIS/CPIS.pdf"

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો