

“મારું નામ પાંડુરંગ ઇનામી છે, હું ઔરંગાબાદથી 30 કિમી દૂર પૈઠાણ તાલુકામાં રહું છું. અમારો વિસ્તર એકદમ સૂકો છે પરંતુ કપાસ અને મકાઇ જેવા પાકો અને મોસંબીનાં બગીચાઓ માટે પૂરતો વરસાદ પડે છે. વર્ષ 2000 થી 2003 વચ્ચે મેં અત્યંત પાણીની તંગીનો સામનો કર્યો છે. જમીનની અંદરનું પાણી પણ અત્યંત ઓછું થઇ ગયું છે અને ઉનાળામાં સુકાઇ જાય છે. તેથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મેં ખેત તલાવડી બનાવવી અને એ રીતે બોર વેલથી જમીનનાં પાણીને રીચાર્જ કરવાનું આયોજન કર્યું હતું. એ સમયગાળા દરમિયાન મેં આઇસીઆરઆઇએસએટી, હૈદરાબાદ ખાતે તાલીમી કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં ખેત તલાવડીઓ મારફત અસરકારક રીતે કઇ રીતે પાણી સંગ્રહિત કરી અને સૂકી ઋતુમાં ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગ કરી શકાય તે અંગે મને જાણવા મળ્યું હતું. “
પંડુરંગ જી કહે છે“તેઓનું ઉદાહરણ લઇને, મેં ખેત તલાવડી બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. કોઇ પણ ખેત તલાવડી બનાવવા માટે, તે અગત્યનું છે કે તે એવા સ્થળે હોવી જોઇએ જ્યાંથી પાણી સરળતાથી પરિવહિત કરી શકાય અને પાકો તરફ વાળી શકાય. જમીનનું ખોદકામ અને માટીનું સ્થળાંતરણ હાથ મહેનત અને એક્સકેવેટર કે ટ્રેક્ટર જેવા મશિનો સાથેનાં સંયોજનોથી કરી શકાય છે.” ખેડૂત પાંડુરંગ કહ્યું.



ટ્રેક્ટરથી સંચાલિત લેવલર દ્વારા જમીનનું ખોદકામ અસરકારક રીતે કરી શકાય છે. જમીનનું ખોદકામ તલાવડીનાં એક છેડેથી શરૂ કરી શકાય છે. જરૂરી ઉંડાઇ સુધી માટી કોદી કાઢી દૂર કરો. જ્યારે તલાવડીનાં તળીયેથી માટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે ત્યારે માટીનાં પાળા કરવાને બદલે જમીન ખોદીને તળાવનો આકાર બનાવવો જરૂરી છે. આનાંથી તલાવડીની સીમાઓ વદારે સારી થાય છે.
100x100x12 ઘન ફૂટ તલાવડીનાં ખોદકામનો બજાર ભાવ રૂ. 80,000 થીરૂ. 90,000 વચ્ચેનો હોવાનું કહેવામાં આવે છે પરંતુ આ યોજના અંતર્ગત ખેડૂતો સબસિડી પણ મેળવશે. મારા ખેતરનું માપ 250 ફૂટ X 250 ફૂટ X 28 ફૂટ છે. મને મહારાષ્ટ્ર સરકાર તરફતી 100% સબસિડી મળી હતી અને હાલમાં આ સબસિડી પોલીથીનની શીટ પર આશરે 50% છે.


આ ખેત તલાવડીનું પાણી ટપક સિંચાઇ પદ્ધતિથી 20 એકર જમીનની સિંચાઇ કરવા માટે પૂરતું છે. હાલમાં હું આ પાણીથી શેરડી, ચિકુ અને મોસંબીનાં પાકો લઉં છું. એકવાર તે બની ગયા પછી તેને ન્યૂનત્તમ જાણવણી અને સમારકામની જરૂર પડે છે. પાણીનાં સ્તરમાં લીકેજ અને અન્ય રીતે થતી ખોટ અટકાવવા માટે, તલાવડીમાં હાઇ ડેન્સિટી પોલિથીનનાં મટીરિયલનું સ્તર લગાડવું જોઇએ. તે સમયે મેં ડીપી પ્લાસ્ટિક્સ રતલામનાં એચડીપી મટીરિયલનો ઉપયોગ કર્યો હતો જે 10 થી વધારે વર્ષો સુદી ચાલ્યું હતું.
તલાવડીઓનાં યોગ્ય અસ્તરથી, ગળતરની કોટ ન્યૂનત્તમ કરી શકાય છે. તળાવોનાં અસ્તરમાં પ્લાસ્ટિકનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. પરંતુ, પ્લાસ્ટિકથી તળાવનું અસ્તર કરવામાં યોગ્ય મટીરિયલની પસંદગી કરવામાં, પ્લાસ્ટિકનાં મટીરિયલને અસ્તર તરીકે પાથરવામાં અને તેને નુકશાન થતું અટકાવવામાં પૂરતી કાળજી લેવી જરૂરી છે. પોલીથિનનાં રોલને રફ રીતે હેન્ડલ ન કરશો કે ઢસડશો નહીં કારણ કે તેમ કરવામાં પ્લાસ્ટિકનો કાગળ ફાટી જઇ શકે છે. પ્લાસ્ટિકનાં કાગળ પર છિદ્રો પડતા અટકાવવા માટે અસ્તર પાથરવાની કામગીરી દરમિયાન મજુરોને પોલીથિન પર ચાલવા ન દેશો. જો તેમ કરવું સંભવ ન હોય, તો તેઓએ ખુલ્લા પગે ચાલું જોઇએ. એકવાર તલાવડી તૈયાર થઇ જાય, પછી તળાવનાં સારા આયુષ્ય માટે સમયાંતરે તપાસ કરતી રહેવી જરૂરી છે. આમ સમયાંતરે તપાસ કરવી લાંબા સમયની સફળતા માટે મહત્વપૂર્ણ છે. તેમાં તપાસણી, સમસ્યાનું સમાધાન કરવું અને નુકશાનીઓનું સમારકામ કરવાનો સમાવેશ થાય છે. વધારે ખરાબીઓ થતી અટકાવવા અને વધારે નુકશાનીઓ ન થવા દેવા માટે તાત્કાલિક સમારકામ કરવું ઇચ્છનિય છે.


ખેત તલાવડીનાં વધારે સારા વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક અગત્યનાં મુદ્દાઓ નીચે મુજબ છે:
1.યોગ્ય વાડ કરીને તલાવડીનો વિસ્તાર પ્રાણીઓનાં પ્રવેશથી સુરક્ષિત કરવો જરૂરી છે.
2.ખેત તલાવડીઓમાં માછલીઓનો ઉછેર કરવાથી આવક વધારવામાં મદદ મળશે. મેં રોહુ, કટલા જેવી મીઠા પાણીની માછલીઓ પણ ઉછેરી છે જેનાંથી મને કીલો દીઠ રૂ. 120 મળે છે. આઠ મહિનાનાં ઉછેર બાદ મેં તેઓનો ઉતારો લીધોહતો, જેનાંથી મને આશરે રૂ. 80, 000.
ખેત તલાવડી દુષ્કાળને નાથવાની અસરકારક રીત છે અને કૃષિ આવક વધારવામાં પણ તે મદદરૂપ થાય છે. ખેડૂતો પાણીનાં સંવર્ધનની દિશામાં વિચાર કરી અને ઉત્પાદકતા વધારી શકે છે.